અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી 25700 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે મજબૂતાઇ અને વર્ષની નવી ટોચ હાંસલ કરી ચૂક્યો છે. 25098 પોઇન્ટની 20 દિવસીય મૂવિંગ એવરેજની ઉપર અને અપટ્રેન્ડ સાથે માર્કેટમાં દિવાળીના શુભ મુહુર્ત પણ ઝક્કાસ રહેવાનો પ્રબળ આશાવાદ પ્રવર્તી રહ્યો છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર આરએસઆઇ 69 આસપાસના લેવલે બુલિશ ટેરિટરીને સપોર્ટ કરે છે. પરંતુ માર્કેટ હજી ઓવરબોટ કન્ડિશનથી નીચે હોવાથી સુધારાની આગેકૂચનો આશાવાદ બરકરાર રહે છે.

નિફ્ટી 17 ઓક્ટોબરના રોજ 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. પ્રોત્સાહક ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ સાથેની શક્તિશાળી તેજીને ધ્યાનમાં રાખીને, જો નિફ્ટી નિર્ણાયક રીતે સુધારા તરફી ટ્રેન્ડ જારી રાખી શકે છે તો 25,900-26,000 તરફની ઉપરની સફરને નકારી શકાય નહીં. જોકે, 25,500 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. દરમિયાન, બેંક નિફ્ટી શુક્રવારે એક નવા રેકોર્ડ હાયર લેવલે બંધ રહ્યો હતો. તે જોતાં નિષ્ણાતોના મતે, બેંકિંગ ઇન્ડેક્સ 58,000-58,500 તરફ આગળ વધી શકે છે, ત્યારબાદ 59,000ના લેવલ્સ જોવા મળી શકે છે, જ્યાં સુધી તે 57,000ને સપોર્ટ તરીકે જાળવી રાખે તે જરૂરી રહે છે. 17 ઓક્ટોબરના રોજ, નિફ્ટી 125 પોઈન્ટ (0.49 ટકા) વધીને 25,710 પર પહોંચ્યો હતો. જ્યારે બેંક નિફ્ટી 291 પોઈન્ટ (0.51 ટકા) વધીને 57,713 પર પહોંચ્યો હતો. જોકે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,010 શેર વધ્યા હતા તેની સામે લગભગ 1,805 શેર દબાણ હેઠળ હતા.

નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી મજબૂત તેજી માટે સજ્જ થઇ રહ્યો છે. જો તે 3 ઓક્ટોબર, 2024 (25,740)ના લોંગ બેરિશ ગેપથી ઉપર બંધ થાય અને ટકી રહે, તો નેક્સ્ટ ટાર્ગેટ 26,000 જોવા મળી શકે. ત્યારબાદ 26,200–26,300ના ટાર્ગેટ્સ ઘ્યાનમાં રાખી શકાય. આ ઝોન 27 સપ્ટેમ્બર, 2023ના રોજ છેલ્લે જોવા મળેલા 26,277ના રેકોર્ડ હાઇ લેવલ સાથે સુસંગત છે. નેગેટિવ ટ્રેન્ડની સ્થિતિમાં, સપોર્ટ 25,500 પોઇન્ટની સપાટીને ઘ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે 25,740ને ક્રોસ કરીને સુધારા સાથે બંધ રહે તો 25,900-26,000 તરફની ઉપરની સફરને નકારી શકાય નહીં. જોકે, 25,500 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે.

Stocks in F&O ban:RBL Bank, Sammaan Capital

INDIA VIX: શુક્રવારે શોર્ટ અને મિડિયમ ટર્મ મૂવિંગ એવરેજથી ઉપર બંધ થયો હતો. જો કે, ઐતિહાસિક રીતે, તે હજુ પણ નીચલા ઝોનની નજીક રહે છે અને તેજીવાળા લોકો માટે કોઈ મોટી ચેતવણીનો સંકેત આપતો નથી.