નિફ્ટી 25,700–25,600 ઝોનમાં સપોર્ટ સાથે વધુ મજબૂત થવાની અપેક્ષા છે, જ્યારે ઉપરમાં 25,900–26,000 પોઇન્ટના લેવલ્સ પર નજર રાખવાની સલાહ મળી રહી છે. કારણ કે તેનાથી ઉપર ટકી રહેવાથી નિફ્ટી રેકોર્ડ હાઇ તરફ આગળ વધી શકે તેવી સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

Stocks to watch:AurobindoPharma, LIC, GodrejProperties, PNB, BharatAirtel, Cummins, Titan, PowerGrid, BhartiHexa, SJSEnterprises, GodfreyPhillips, Timken, JKPaper, NivaBupa, KirloskarBrothers, CityUnionBank, HitachiEnergy, TBOTek, HeroMotoCorp

અમદાવાદ, 4 નવેમ્બરઃ નિફ્ટીએ ફરી 25700 પોઇન્ટની ટેકનિકલી સપોર્ટ તેમજ સાયકોલોજિકલ સપાટી પાછી મેળવવા પ્રયાસ કર્યો તે દર્શાવે છે કે, માર્કેટમાં ટોન તેજીનો છે. અંડરટોન મજબૂત શોર્ટટર્મ ટ્રેન્ડ નોંધાવવા સાથે આરએસઆઇ 59 આસપાસ બુલિશ મોમેન્ટમનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, જો નિફ્ટી 25750 પોઇન્ટનું લેવલ જાળવી રાખે અને એફઆઇઆઇ તેમજ રિટેલ લેવાલી જળવાઇ રહે તો નિફ્ટી નવા હાઇ તરફ આગળ વધે તેવી સંભાવના નકારી શકાય નહિં.

બે દિવસના કરેક્શન પછી નિફ્ટીએ ફરી સુધારાની ચાલ નોંધાવી હતી. પરંતુ સોમવારે VIX સુધારાના વલણ પર રહ્યો, જે ટૂંકા ગાળામાં થોડી સાવચેતીનો સંકેત આપે છે. નિફ્ટી 25,700–25,600 ઝોનમાં સપોર્ટ સાથે વધુ મજબૂત થવાની અપેક્ષા છે, જ્યારે ઉપરમાં 25,900–26,000 પોઇન્ટના લેવલ્સ પર નજર રાખવાની સલાહ મળી રહી છે. કારણ કે તેનાથી ઉપર ટકી રહેવાથી નિફ્ટી રેકોર્ડ હાઇ તરફ આગળ વધી શકે તેવી સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

દરમિયાન, બેંક નિફ્ટી 57,500–58,500ની રેન્જમાં ટ્રેડ થવાની સંભાવના છે, જેમાં 58,300–58,500 તાત્કાલિક રેઝિસ્ટન્સ હશે અને 58,000 તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરશે, ત્યારબાદ 57,600 મુખ્ય સપોર્ટ તરીકે રહેશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ઇન્ડિયા VIX સતત છઠ્ઠા સત્ર માટે સુધરવા સાથે, 200-દિવસના EMA ઇન્ટ્રાડેને સ્પર્શ્યો અને 4.22 ટકા વધીને 12.67 પર પહોંચ્યો છે. જે 30 જૂન પછીનો તેનો સૌથી ઊંચો બંધ દર્શાવે છે. આ બજારના સહભાગીઓમાં વધતી જતી સાવચેતી દર્શાવે છે. જો VIX 13થી ઉપર જાય છે અને ટકી રહે છે, તો તેજીવાળાઓને આગામી સત્રોમાં વધુ અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.