માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25938- 25869, રેઝિસ્ટન્સ 26056- 26099


26000 ઝોનથી ઉપર ટકી રહેવાથી નિફ્ટી ઓક્ટોબરના હાયર લેવલ (26100) તરફ જઇ શકે છે, અને તેનાથી ઉપર, 26277 (રેકોર્ડ ઉચ્ચ સ્તર) એ જોવાનું લેવલ છે. જોકે, સપોર્ટ 25900- 25800 પોઇન્ટના ઝોન પર મૂકવામાં આવ્યો છે.
| Stocks to Watch: | EmcurePharma, AstraZenecaPharma, WPIL, JSWCement, NuvocoVistas, Indokem, JSWEnergy, TataPower, 5paisaCapital, OnesourceSpecialty, Physicswallah, EmmveePhotovoltaic, LIC, DOMS, Marico, Biocon, ChennaiPetro, CanaraBank |
અમદાવાદ, 18 નવેમ્બર નિફ્ટીએ ગયા અઠવાડિયાથી તેનો અપટ્રેન્ડ જાળવી રાખ્યો છે, જેમાં મોમેન્ટમ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ બજારની તેજી સાથે સુસંગત છે. તેથી, 26000 ઝોનથી ઉપર ટકી રહેવાથી નિફ્ટી ઓક્ટોબરના હાયર લેવલ (26100) તરફ જઇ શકે છે, અને તેનાથી ઉપર, 26277 (રેકોર્ડ ઉચ્ચ સ્તર) એ જોવાનું લેવલ છે. જોકે, સપોર્ટ 25900- 25800 પોઇન્ટના ઝોન પર મૂકવામાં આવ્યો છે. દરમિયાન, બેંક નિફ્ટી પહેલીવાર 59000 સુધી પહોંચ્યો છે અને નિષ્ણાતોના મતે, આગામી લક્ષ્યાંકો 59300, ત્યારબાદ 59500 છે, જેમાં 58600 અને પછી 58000ના લેવલે સપોર્ટ છે.

ભારતીય શેસબજારોમાં 6 સત્રોની જોરદાર તેજી પછી, નિફ્ટી અને સેન્સેક્સમાં સાધારણ ઘટાડાની શક્યતા જોઇ શકાય. કારણ કે સવારે GIFT નિફ્ટી 25,993 પોઇન્ટની સપાટીએ ક્વોટ કરી રહ્યો હતો, જે 34 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને હતો. સોમવારે સેન્સેક્સ 388 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 84,950.95 પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી 50 103.40 પોઈન્ટ અથવા 0.4 ટકા વધીને 26,000 પોઇન્ટની સપાટી ક્રોસ કરીને 26,013.45 પર બંધ થયો હતો.
રાત્રે યુએસ માર્કેટમાં ઘટાડાની ચાલ રહી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.18 ટકા, અને નાસ્ડેક કમ્પોઝિટ 0.84 ટકા ઘટ્યો હતો.શરૂઆતના કારોબારમાં એશિયન બજારો નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા, જેમાં નિક્કી 2 ટકા અને કોસ્પી 1.4 ટકા ઘટ્યો હતો.

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 25850- 25780 પોઇન્ટ જોવા મળી શકે છે. સુધારાની શક્યતામાં નિફ્ટી 26050- 26100 પોઇન્ટના રેઝિસ્ટન્સ ઝોનની નીચે જ ફરતો રહ્યો છે, જે એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ છે જેને નિર્ણાયક રીતે ક્રોસ કરવાની જરૂર છે. આ ઝોનની ઉપર સતત બંધ રહેવાથી 26277 પોઇન્ટની ઐતિહાસિક ટોચ તરફની ગતિનો માર્ગ ખૂલી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
