નિષ્ણાતો માને છે કે આગામી સત્રોમાં નિફ્ટી 50 26,500–26,600 તરફ આગળ વધી શકે છે, જોકે વચ્ચે-વચ્ચે કોન્સોલિડેશન થવાની શક્યતા છે. નિફ્ટી માટે સપોર્ટ 26,000–26,100 પર જણાય છે, ત્યારબાદ 25,900–25,850 મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે છે.

Stocks to Watch:Wipro, AshokaBuildcon, ZydusLife, TataTech, RefexInd, EmcurePharma, GlobalHealth, ExcelsoftTech, LemonTree, BandhanBank, CarTrade, Whirlpool, Saregama, SudeepPharma, ICICIBank, Cummins, JamnaAuto, MahindraFinance, BajajFinserv

અમદાવાદ, 28 નવેમ્બરઃ નિફ્ટી ગુરુવારે સાધારણ સુધારા સાથે બંધ રહ્યો છતાં માર્કેટબ્રેડ઼્થ નેગેટિવ રહી હતી. હાલમાં પ્રાઇસ એક્શન 26600- 26000ની ટ્રેડિંગ રેન્જમાં ઘૂંટાયેલી જણાય છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ લાઇન ધીમાં સુધારાનો સંકેત આપે છે.

રેકોર્ડ હાઈ ઝોનમાંથી પ્રોફિટ-બુકિંગ છતાં, ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ મજબૂત છે, સાથે સાથે હાયર હાઇ હાયર લો પેટર્ન ચાલુ રહે છે. નિફ્ટી  જ્યાં સુધી 26,300થી નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી તે 26,100-26,000 પર સપોર્ટ સાથે કોન્સોલિડેટેડ રહેવાની અપેક્ષા છે. જોકે, 26,300 થી ઉપરની નિર્ણાયક ચાલમાં 26,500 ના સ્તર માટે દરવાજા ખૂલી શકશે. દરમિયાન, બેંક નિફ્ટી 60,000ના સાયકોલોજિકલ લેવલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. નિષ્ણાતોના મતે, ત્યાં સુધી, 59,500-59,300 ઝોન પર સપોર્ટ સાથે રેન્જબાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે.

27 નવેમ્બરના રોજ, નિફ્ટી 10 પોઈન્ટ વધીને 26,216 પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 209 પોઈન્ટ વધીને 59,737 પર બંધ રહ્યો હતો. જોકે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,318 શેર વધ્યા હતા તેની સરખામણીમાં લગભગ 1,520 શેર ઘટ્યા હતા.

ઇન્ડિયા VIX: સતત ચોથા સત્ર માટે તેના ડાઉનટ્રેન્ડને લંબાવ્યો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે ગયો, 1.52 ટકા ઘટીને 11.79 થયો. આ ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે અને તેજીવાળાઓને આરામ આપે છે.