અમદાવાદ, 1 ડિસેમ્બરઃ બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન ઓલટાઇમ હાઇ, સ્મોલ- મિડકેપ્સ ઓલટાઇમ હાઇ… નિફ્ટી ઓલટાઇમ હાઇથી 100 પોઇન્ટ દૂર. મહત્વના ઇન્ડિકેટર્સ પણ તેજીના સંકેતો સાથે નિફ્ટીની 20400 પોઇન્ટ ભણી આગેકૂચના સંકેત આપી રહ્યા છે. રાજ્યોની ચૂંટણીના એક્ઝિટ પોલ જે હોય તે પરંતુ પોલિટિકલ ગુરુઓ એવી આગાહી કરી રહ્યા છે કે કાંટે કી ટક્કર. તેના કારણે સોમવારે સેન્ટિમેન્ટ થોડું ખરડાઇ શકે છે. તે ઉપરાંત ગઇકાલે લિસ્ટેડ ટાટા ટેકનોલોજી અને ગાંધાર ઓઇલ માર્કેટમાં ઓવર વેલ્યૂડ અને ઓવર બોટ કંન્ડિશનમાં હતા તે જોતાં આજે આ બન્ને કાઉન્ટરમાં હેવી પ્રોફીટ બુકિંગની શક્યતા નકારી શકાય નહિં. ઘણાં રોકાણકારો આ બન્ને કાઉન્ટર વિશે સલાહ માગે છે. પરંતુ નવી ખરીદી માટે જ્યાં સુધી ક્રેઝ હળવો થાય નહિં ત્યાં સુધી હમણાં વેઇટ એન્ડ વોચ.

નિફ્ટી માટે હવે 19700 મહત્વની રોક બોટમ અને 20245 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી સમજીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડઃ ગ્રાસીમ અને આઇટીસી ખરીદો, ઇન્ફોસિસમાં સાવચેતી

બેન્ક નિફ્ટીએ 44800ના રેઝિસ્ટન્સ સાથે માઇનોર કરેક્શન સાથે પ્રોફીટ બુકિંગ નોંધાવ્યું હતું. નીચાંમાં 44100 પોઇન્ટ મહત્વની બ્રેકઆઉટ સપાટી ધ્યાનમાં રાખવી. બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 44236- 43990, રેઝિસ્ટન્સ 44746- 45011.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)