માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19572-19357 મહત્વની સપાટી, ઇન્ટ્રા-ડે વોચઃ RIL, HDFC લાઇફ, ફોર્ટીસ
મુંબઇ, 10 ઓક્ટોબરઃ સોમવારે ગેપડાઉન ઓપનિંગ બાદ નિફ્ટીએ 19550 પોઇન્ટની મહત્વની સપાટી નીચે જ ટ્રેડ કરવાનું પસંદ કર્યું હતું. નીચામાં 19480 સુધી ઘટ્યા બાદ નિફ્ટીએ 19500 પોઇન્ટની ઉપર બંધ આપ્યું છે. ટેકનિકલી ડેઇલી ચાર્ટ ઉપર માર્કેટ અનિર્ણાયક સ્થિતિમાં હોવાનો સંકેત આપવા સાથે 19357- 19572 પોઇન્ટની રેન્જમાં રમી રહ્યું છે. 50 ઇએમએ લેવલ ફરી હાંસલ કર્યા પછી ટકાવી રાખવામાં નિષ્ફળ જવાની નિશાની છે કે, માર્કેટમાં કોન્ફિડેન્સ નહિં હોવાનું સ્ટોક્સબોક્સનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટી માટે 45000 પોઇન્ટની સપાટી હવે મહત્વની રેઝિસ્ટન્સ બની રહી છે. નીચામાં 43800 પોઇન્ટનો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી ટર્નઅરાઉન્ડનો આશાવાદ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)