માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ અંબુજા સિમેન્ટ, ગોદરેજ સીપી, એસબીઆઇ કાર્ડ, આયશર મોટર્સ
અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 67000 પોઇન્ટ અને નિફ્ટીએ ઐતિહાસિક 2000 પોઇન્ટની સપાટી ક્રોસ કરીને સંકેતો આપી દીધા છે કે, માર્કેટમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની હાજરી વધવા સાથે ટેકનો- ફન્ડામેન્ટલ્સ મજબૂત બન્યા છે. સેન્સેક્સે 528 પોઇન્ટના સુધારા સાથે 67127 પોઇન્ટ અને નિફ્ટીએ 176 પોઇન્ટના ઉછાળા સાથે 19996 પોઇન્ટની સપાટી નોંધાવી છે. નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ સાથે સતત સાતમાં દિવસે સુધારાની ચાલ નોંધાવી છે. ટેકનિકલી મેજર રેઝિસ્ટન્સ હવે 20209 પોઇન્ટ જણાય છે. બેન્ક નિફ્ટી પણ સતત ત્રીજા દિવસે પોઝિટિવ બંધ આવ્યો છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે સ્ટોક્સબોક્સ ટેકનિકલી એવી સલાહ આપે છે કે, જો નિફ્ટી 20044 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે તો ટ્રેડર્સે સુધારાની ચાલ જાળવી રાખવી. અન્યથા નીચામાં 194949 પોઇન્ટની સપાટી સુધીનો સ્ટોપલોસ હાથવગો રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ આપી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)