અમદાવાદ, 13 જુલાઇઃ બુધવારે ફરી એકવાર નિફ્ટીએ 19500 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળતા મેળવી છે. ઓવરબોટ કન્ડિશનમાં પ્રોફીટ બુકિંગ સ્વાભાવિક છે. ટેકનિકલી આરએસઆઇ તેની એવરેજ લાઇનથી નીચે ટ્રેડ થઇ રહી છે. માર્કેટ 150 પોઇન્ટની સાંકડી રેન્જમાં ટ્રેડ થઇ રહ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ સેટ થતાં થોડો સમય લાગી શકે છે. જો ઉપરમાં 19500 ક્રોસ થાય તો તેજીમાં 19650- 19700 પોઇન્ટની સપાટીઓ જોવા મળી શકે છે. નીચામાં 19272 તૂટે તો કરેક્શન ઘેરું બનવાના ચાન્સિસને ધ્યાનમાં રાખીને ટ્રેડ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44489- 44338, રેઝિસ્ટન્સ 45864- 45088

બેન્ક નિફ્ટી સતત નિફ્ટીને આઉટપર્ફોર્મ કરી રહ્યો છે. 44350નો સ્ટ્રોંગ સપોર્ટ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર રમી રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ તેજીને સપોર્ટ કરી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે પિક્સઃ સેઇલ ખરીદો, બજાજ ઓટો અને એશિયન પેઇન્ટ નેગેટિવ

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)