મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.26,916.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,136.13 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20778.45 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,699 અને નીચામાં રૂ.65,551 ના મથાળે અથડાઈ, રૂ.35 વધી રૂ.65,618ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.182 વધી રૂ.52,333 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.6,410ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.65,472ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,367 અને નીચામાં રૂ.75,000 ના મથાળે અથડાઈ, રૂ.143 ઘટી રૂ.75,144 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.129 ઘટી રૂ.75,101 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.115 ઘટી રૂ.75,105 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ માર્ચ વાયદો રૂ.757.15ના ભાવે ખૂલી, રૂ.4 ઘટી રૂ.752.40 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.204.30 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.95 ઘટી રૂ.177ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 વધી રૂ.204.40 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.177.50 જસત-મિની માર્ચ વાયદો રૂ.0.30 વધી રૂ.218.25 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.2.01 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,859ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,872 અને નીચામાં રૂ.6,786 ના મથાળે અથડાઈ, રૂ.66 ઘટી રૂ.6,821 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.61 ઘટી રૂ.6,821 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.145ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.143.60 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 0.9 ઘટી 143.7 બોલાઈ રહ્યો હતો.

કોટનખાંડી વાયદામાં રૂ.400નો વધુ ઘટાડો, મેન્થા તેલ ઢીલુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,920 અને નીચામાં રૂ.60,460 ના મથાળે અથડાઈ, રૂ.400 ઘટી રૂ.60,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.10 ઘટી રૂ.917.60 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,136 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 20,778 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,736.61 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,076.10 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.336.25 કરોડનાં 11,600 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.956.01 કરોડનાં 64,186 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.120.59 કરોડનાં 1,652 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.39.48 કરોડનાં 742 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.548.36 કરોડનાં 2,901 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.292.10 કરોડનાં 4,612 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.16.31 કરોડનાં 55 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.14.31 કરોડનાં 427 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)