કોટન-ખાંડી વાયદામાં રૂ.320નો ઉછાળો
સોના-ચાંદીમાં સામસામા રાહ, ક્રૂડના વાયદામાં રૂ.8નો મામૂલી ઘટાડો
મુંબઈ, 6 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,679ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,836 અને નીચામાં રૂ.60,567ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 ઘટી રૂ.60,808ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.48,228 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,982ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.60,543ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,339ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,820 અને નીચામાં રૂ.74,251ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.77 વધી રૂ.74,632ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.59 વધી રૂ.74,518 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.47 વધી રૂ.74,495 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,829.38 કરોડનાં 3,015.070 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,026.15 કરોડનાં 271.428 ટનના વેપાર થયા હતા.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ એપ્રિલ વાયદો રૂ.768.95ના ભાવે ખૂલી, રૂ.4.05 વધી રૂ.770.95 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.206.65 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.206.85 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.181 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.70 ઘટી રૂ.248.25 બોલાઈ રહ્યો હતો. 6,070 સોદાઓમાં રૂ.,794.76 કરોડના વેપાર થયા હતા.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 54,661 સોદાઓમાં રૂ.3,855.53 કરોડનાં કામકાજ થયાં હતાં. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,27,263 સોદાઓમાં કુલ રૂ.17,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,868.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11772.59 કરોડનો હતો.
નેચરલ ગેસ, મેન્થા તેલ સુધર્યા, વાયદાઓમાં રૂ.5,869 કરોડનું ટર્નઓવર
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,551ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,607 અને નીચામાં રૂ.6,527ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.6,597 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.7 ઘટી રૂ.6,597 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.176ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.179.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.8 વધી 179.4 બોલાઈ રહ્યો હતો. 31,713 સોદાઓમાં રૂ.1,194.21 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,480 અને નીચામાં રૂ.63,140ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.320 વધી રૂ.63,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.992 બોલાયો હતો. રૂ.24.31 કરોડનાં કામકાજ થયા હતા.