મુંબઇ, તા. ૦૬ એપ્રિલ ૨૦૨૩: બજારોમાં ખપપુરતી ખરીદી અને વાયદામાં થોભો અને રાહ જુઓની નીતિ વચ્ચે કારોબાર અથડાયા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા તથા જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  જીરાનાં વાયદા કારોબાર ૨૭૮ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૨૩ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૦૮૬રૂ. ખુલી ૬૦૩૬ રૂ., દિવેલનાં ભાવ ૧૨૫૮રૂ. ખુલી ૧૨૫૮રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૫૫રૂ. ખુલી ૨૮૩૨રૂ., ધાણા ૬૭૮૪રૂ. ખુલી ૬૭૯૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૯૭રૂ. ખુલી ૫૭૦૩રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૮૪૩ રૂ. ખુલી ૧૧૫૬૧રૂ., જીરાનાં ભાવ ૩૬૭૪૫રૂ. ખુલી ૩૭૧૨૫રૂ., કપાસનાં ભાવ ૧૬૧૨.૦૦રૂ. ખુલી ૧૬૩૨.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૭૦૦ ખુલી ૪૮૬૪૦રૂ. અને હળદરનાં ભાવ  ૬૯૫૨ રૂ. ખુલી ૬૯૨૮રૂ. બંધ રહ્યા હતા.