MCX DAILY MARKET REPORT: સોનાનો વાયદો રૂ.291 અને ચાંદીનો વાયદો રૂ.739 વધ્યો
મુંબઈ, 23 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36327.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8175.97 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28148.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17957 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.446.66 કરોડનું થયું હતું.
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5472.19 કરોડનાં કામકાજ
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5472.19 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71474ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.71598 અને નીચામાં રૂ.71302ના સ્તરને સ્પર્શી, રૂ.71194ના આગલા બંધ સામે રૂ.291 વધી રૂ.71485ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.143 વધી રૂ.57515ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.6977ના ભાવ થયા હતા. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.262 વધી રૂ.71058ના ભાવ થયા હતા.
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17957 પોઈન્ટના સ્તરે
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.84567ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84585 અને નીચામાં રૂ.83908ના સ્તરને સ્પર્શી, રૂ.83736ના આગલા બંધ સામે રૂ.739 વધી રૂ.84475ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.657 વધી રૂ.84199ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.637 વધી રૂ.84200ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં એકંદરે સુધારો
બિનલોહ ધાતુઓમાં રૂ. 1672.21 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.4.65 વધી રૂ.798.6ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.1.5 વધી રૂ.266.8ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.2 વધી રૂ.225.9ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 10 પૈસા વધી રૂ.189.5ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલમાં રૂ.54ની વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુ
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1016.20 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6140ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6213 અને નીચામાં રૂ.6134ના મથાળે અથડાઈ, રૂ.6158ના આગલા બંધ સામે રૂ.54 વધી રૂ.6212ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.52 વધી રૂ.6214ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.7 ઘટી રૂ.171.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.1.8 ઘટી રૂ.171ના ભાવે બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8175.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28148.07 કરોડનું ટર્નઓવર
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.963ના ભાવે ખૂલી, રૂ.7.9 ઘટી રૂ.959.5ના ભાવ થયા હતા. કામકાજની દૃષ્ટિએ MCX પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2428.58 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3043.61 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 853.91 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 380.69 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 42.91 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 394.70 કરોડનાં કામકાજ થયાં હતાં.
નેચરલ ગેસના વાયદામાં નરમાઈનું વલણ
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 322.47 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 693.73 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 15.36 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 15.36 કરોડનાં કામ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)