સોનાના વાયદામાં રૂ.793 અને ચાંદીમાં રૂ.1,192નો કડાકો, ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા
કોટન ખાંડીના વાયદાના ભાવમાં રૂ.140નો સુધારો, નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈ
કોમોડિટી વાયદાઓમાં રૂ.12,964 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13,245 કરોડનું ટર્નઓવર
બુલડેક્સ વાયદામાં રૂ.45 કરોડનાં કામકાજ
મુંબઈ, 19 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,25,685 સોદાઓમાં રૂ.9,728.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,448ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,509 અને નીચામાં રૂ.59,653ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.793 ઘટી રૂ.59,695ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.409 ઘટી રૂ.47,804 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 ઘટી રૂ.5,972ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.656 ઘટી રૂ.59,675ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,299ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,347 અને નીચામાં રૂ.73,970ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,192 ઘટી રૂ.74,057ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,130 ઘટી રૂ.73,957 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,123 ઘટી રૂ.73,967 બોલાઈ રહ્યો હતો.
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,54,638 સોદાઓમાં કુલ રૂ.26,255.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,964.48 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13245.8 કરોડનો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ એપ્રિલ વાયદો રૂ.778.45ના ભાવે ખૂલી, રૂ.7.40 ઘટી રૂ.773.85 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.55 ઘટી રૂ.212.80ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.4.90 ઘટી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.212.90 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.183.35 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.4.70 ઘટી રૂ.248.60 બોલાઈ રહ્યો હતો. 12,383 સોદાઓમાં રૂ.1,435.38 કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,633ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,639 અને નીચામાં રૂ.6,487ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.169 ઘટી રૂ.6,510 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.163 ઘટી રૂ.6,513 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.194ના ભાવે ખૂલી, રૂ.1.60 ઘટી રૂ.193.30 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.3 ઘટી 193.4 બોલાઈ રહ્યો હતો. 49,363 સોદાઓમાં રૂ.1,771.94 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,180 અને નીચામાં રૂ.62,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.63,060ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.90 ઘટી રૂ.970.20 બોલાયો હતો. રૂ.28.55 કરોડનાં કામકાજ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,514.37 કરોડનાં 7,515.818 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,214.24 કરોડનાં 697.138 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.731.22 કરોડનાં 11,12,200 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,040.72 કરોડનાં 5,27,19,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.220.77 કરોડનાં 10,349 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.70.10 કરોડનાં 3,823 ટન તાંબાના વાયદાઓમાં રૂ.710.22 કરોડનાં 9,160 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.434.29 કરોડનાં 17,332 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.64 કરોડનાં 2,928 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.91 કરોડનાં 101.16 ટનનાં કામકાજ થયાં હતાં.