MCX: સોનાના વાયદામાં રૂ.116 અને ચાંદીમાં રૂ.846નો ઘટાડો
મુંબઇ, 22 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.50,229.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,530.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 38697.76 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,185 અને નીચામાં રૂ.72,800 ના મથાળે અથડાઈ, રૂ.116 ઘટી રૂ.72,874ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.59,240 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.20 ઘટી રૂ.7,180ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.93 ઘટી રૂ.72,779ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,641ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,744 અને નીચામાં રૂ.88,800 ના મથાળે અથડાઈ, રૂ.846 ઘટી રૂ.88,800 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.775 ઘટી રૂ.88,893 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.833 ઘટી રૂ.88,825 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જુલાઈ વાયદો રૂ.821.45ના ભાવે ખૂલી, રૂ.7.75 ઘટી રૂ.812.55 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.3.65 ઘટી રૂ.217.05 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.258ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.4.80 ઘટી રૂ.217.85 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.187.00 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.45 ઘટી રૂ.258.55 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.56 લપસ્યું, નેચરલ ગેસમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,626ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,633 અને નીચામાં રૂ.6,551 ના મથાળે અથડાઈ, રૂ.56 ઘટી રૂ.6,556 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.57 ઘટી રૂ.6,559 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.178ના ભાવે ખૂલી, રૂ.6.70 વધી રૂ.184.20 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 6.8 વધી 184.1 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદામાં રૂ.80નો સુધારો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,080ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,890 અને નીચામાં રૂ.56,080 ના મથાળે અથડાઈ, રૂ.80 વધી રૂ.56,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.935.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11,530 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 38,698 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,338.47 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.3,921.25 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.350.97 કરોડનાં 10,569 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,009.80 કરોડનાં 62,186 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.234.96 કરોડનાં 3,865 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.82 કરોડનાં 659 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,315.96 કરોડનાં 6,441 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.370.90 કરોડનાં 4,913 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.26 કરોડનાં 12 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.11.92 કરોડનાં 350 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)