MCX: સોનાના વાયદામાં રૂ.275 અને ચાંદીમાં રૂ.678નો સુધારો
મુંબઈ, 3 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,388.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,544.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 4841.38 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,713ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,849 અને નીચામાં રૂ.71,685 ના મથાળે અથડાઈ, રૂ.275 વધી રૂ.71,829ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.145 વધી રૂ.58,160 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.7,118ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.218 વધી રૂ.71,575ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.2.03 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.88,286ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,301 અને નીચામાં રૂ.88,278 ના મથાળે અથડાઈ, રૂ.678 વધી રૂ.88,560 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.657 વધી રૂ.90,585 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.632 વધી રૂ.90,560 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં એકંદરે સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.849ના ભાવે ખૂલી, રૂ.3.50 વધી રૂ.850.50 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.231.15 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.2.35 વધી રૂ.269ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.232.45 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.189.25 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2.20 વધી રૂ.268.70 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ રૂ.2 જેટલું મામૂલી ઘટ્યું
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,953ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,957 અને નીચામાં રૂ.6,944 ના મથાળે અથડાઈ, રૂ.2 ઘટી રૂ.6,947 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.3 વધી રૂ.6,950 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.205ના ભાવે ખૂલી, રૂ.0.60 વધી રૂ.204.60 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 0.6 વધી 204.7 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.60 વધી રૂ.949.90 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.2,545 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 4,841 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.922.92 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,033.83 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.39.74 કરોડનાં 1,313 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.121.58 કરોડનાં 7,341 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.10.93 કરોડનાં 220 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.9.05 કરોડનાં 135 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.160.75 કરોડનાં 756 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.84.89 કરોડનાં 1,300 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.5.08 કરોડનાં 149 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)