મુંબઇ:  હાજર બજારોમાં ખપપુરતી લેવાલી વચ્ચે વાયદામાં બે તરફી વઘઘટ જોવા મળી હતી. ચોક્કસ કૄષિ કોમોડીટીનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૪૬.૫૦ ખુલી સાંજે ૭૮૮૮.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૬૬ રૂ. ખુલી ઉંચામાં ૭૯૬૬ તથા નીચામાં ૭૯૬૬ રૂ. થઇ સાંજે ૭૯૬૬ રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે  ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૩૧ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૫૭ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.  NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, જીરૂ, સ્ટીલ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૬૬૦ રૂ. ખુલી ૬૬૯૪  રૂ., દિવેલનાં ભાવ ૧૩૯૭ રૂ. ખુલી ૧૩૯૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૯૯ રૂ. ખુલી ૨૬૮૬ રૂ., ધાણા ૬૮૪૨ રૂ. ખુલી ૬૯૧૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૫૯ રૂ. ખુલી ૫૯૧૧ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૬૭૦ રૂ. ખુલી ૧૨૪૭૯ રૂ., જીરાનાં ભાવ ૨૯૭૭૫ રૂ. ખુલી ૩૦૨૭૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૬.૦૦ રૂ. ખુલી ૧૬૧૯.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૨૫૦ ખુલી ૪૯૪૨૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૨૮  રૂ. ખુલી ૭૦૯૬ રૂ. બંધ રહ્યા હતા.