NCDEX DAILY REPORT: એરંડા, ધાણા તથા હળદરનાં ભાવ ઘટ્યા: જીરાનાં વાયદામાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૪ એપ્રિલ: હાજર બજારોમાં વેચવાલીના માનસ વચ્ચે વાયદા પણ ઘટ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૮૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જીરાનાં વાયદા કારોબાર ૧૧૮ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૧૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે કપાસિયા ખોળનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ , ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૨૫ રૂ. ખુલી ૬૧૯૫ રૂ., દિવેલનાં ભાવ ૧૨૭૨ રૂ. ખુલી ૧૨૭૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૩૨ રૂ. ખુલી ૨૭૩૫ રૂ., ધાણા ૬૪૫૮ રૂ. ખુલી ૬૪૧૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૧૯ રૂ. ખુલી ૫૬૦૪ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૩૭૦ રૂ. ખુલી ૧૧૩૦૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૭૦૦ રૂ. ખુલી ૨૫૬૭૫ રૂ., જીરાનાં ભાવ ૪૦૯૫૦ રૂ. ખુલી ૪૦૪૪૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૬૫.૦૦ રૂ. ખુલી ૧૫૬૨.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૧૬૦ ખુલી ૪૭૪૫૦ રૂ. અને હળદરનાં ભાવ ૬૬૯૦ રૂ. ખુલી ૬૫૯૮ રૂ. બંધ રહ્યા હતા.