અમદાવાદ, 7 જુલાઇઃ નિફ્ટી-50 ગુરુવારે સાઇડવે મૂવમેન્ટ પછીની સુધારાની આગેકૂચમાં ઇન્ટ્રા-ડે 19512 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ આંબી ગયો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ બુલિશ ટ્રેન્ડ ધરાવે છે. મોટાભાગની ટાઇમફ્રેમ ઉપર અગાઉ જણાવ્યા અનુસાર સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી હોલ્ડ લેણની જાળવી રાખવાની સલાહ મળી રહી છે. ઉપરની ચાલમાં નિફ્ટી 19,550-19,600 zone નોંધાવે તેવી શક્યતા છે. નીચામાં 19400 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી સમજવી.

BANK NIFTY OUTLOOK: support 45116- 44892, resistance 45491- 45462

બેન્ક નિફ્ટી પણ ફ્લેટ શરૂઆત પછી 45300ની સપાટી પાછી મેળવી ચૂક્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડિસિસિવ પેટર્ન રચાઇ છે. જેમાં ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેન્ક નિફ્ટીની આગામી ચાર 45600 પોઇન્ટ સુધીની જણાય છે. ઉપરમાં 46000 પણ થઇ શકે. નીચામાં 45000 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સલાહ મળી રહી છે.

INTRADAY PICKS: SELL MARUT, SHRIRAMFIN, BUY CROMPTON

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)