અમદાવાદઃ 3 એપ્રિલઃ સવારે પ્રિ-ઓપનિંગ માર્કેટ એનાલિસિસ સમયે જણાવ્યું હતું કે, જો નિફ્ટી 17400 પોઇન્ટની ઉપર 15 મિનિટથી વધુ ટકે તો તેજી તરફી અને 17200 પોઇન્ટથી વધુ નીચે 15 મિનિટથી વધુ રહે તો ફરી પાછા કરેક્શનના ચાન્સિસ વધી શકે છે. તે મુજબ ખુલ્યો 17400ની સપાટી ઉપર પરંતુ 15 મિનિટ સુધી ટકી શક્યો નહોતો.

સાથે સાથે એ પણ નોંધવું ઉલ્લેખનીય રહે કે, નિફ્ટીએ દિવસ દરમિયાન એકપણ વાર 17200ની સપાટી નોંધાવી નથી. જે દર્શાવે છે કે માર્કેટમાંથી કરેક્શનનો કમાન્ડ હજી સંપુર્ણપણે નાબૂદ થયો નથી કે ઘટવાની શક્યતા ઓછી હોવાની પોઝિટિવ શાઇન પણ ગણાવી શકાય.

નિફ્ટી સવારે 17427.95 પોઇન્ટ ખૂલી 17428.05 થઇ સેકન્ડોમાં જ કરેક્શન મોડમાં આવી ગયો હતો જેમાં નીચામાં 17312.75 પોઇન્ટ નોંધાવી છેલ્લે 38.30 પોઇન્ટના સુધારા સાથે 17398.05 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સ પણ સવારે 59131.16 પોઇન્ટની સપાટીએ ખુલી 59204.82 પોઇન્ટ થઇ નીચામાં 58793.08 પોઇન્ટ થઇ છેલ્લે 114.92 પોઇન્ટના સુધારા સાથે 59000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર 59106.44 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા વધીઃ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30228
બીએસઇ37612736900

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા વધી 3761 થવા સાથે કુલ સુધરેલી સ્ક્રીપ્સની સંખ્યા 2736 થઇ છે. જ્યારે સેન્સેક્સ પેકની 30માંથી 22 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
JINDALPOLY542.95+41.95+8.37
MANALIPETC67.09+6.97+11.59
GATI110.40+9.70+9.63
BCG16.10+1.46+9.97
JBMA704.30+59.70+9.26

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
HINDPETRO225.60-11.20-4.73
BPCL330.00-14.05-4.08
CGCL612.25-40.20-6.16
KTKBANK128.90-7.15-5.26
ADANITRANS948.05-49.85-5.00