ઉદયશિવકુમાર ઇન્ફ્રા રૂ. 35ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 33.54ની સપાટીએ બંધ રહ્યો

અમદાવાદ, 3 એપ્રિલઃ ઉદયશિવકુમાર ઇન્ફ્રાના IPOએ પ્રાઇમરી માર્કેટને અપશુકન કરાવ્યા છે. નવા નાણાકીય વર્ષનો પ્રથમ IPO ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે.

ઇશ્યૂ પ્રાઇસ35
ખુલ્યો35
વધી35
ઘટી33.25
બંધ33.54
ઘટાડોરૂ. 1.61
ઘટાડો4.6 ટકા

નવા નાણાકીય વર્ષ 2023-24માં પ્રથમ LISTING કરાવનાર ઉદયશિવકુમાર ઈન્ફ્રાના આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા છે. NSE ખાતે ઉદયશિવકુમાર ઈન્ફ્રા (Udashivakumar Infra) એ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 35 સામે 14.29 ટકા ડિસ્કાઉન્ટે એટલેકે રૂ. 30ના ભાવે LISTING કરાવ્યું હતું. જ્યારે બીએસઇ ખાતે શેર રૂ. 35ની ઇશ્યૂ પ્રાઇ સામે રૂ. 35ના જ મથાળે LISTING કરાવ્યા બાદ એ જ ભાવને ટોચ બનાવી નીચામાં ઘટી રૂ. 33.25 થઇ ગયા બાદ છેલ્લે રૂ. 33.54 બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1.61 એટલેકે 4.60 ટકાનો ઘટાડો દર્શાવે છે.

આઈપીઓ 30 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. આઈપીઓ હેઠળ 2 કરોડ શેર્સ ઈશ્યૂ સામે 61.26 કરોડ શેર્સ માટે બીડ ભરાયા હતા. જેમાં એનઆઈઆઈ 60.42 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. ક્યુઆઈબી પોર્શન 40.47 ગણો અને રિટેલ પોર્શન 14.10 ગણો ભરાયો હતો.