NIFTY OUTLOOK: SUPPORT 18083- 17968, RESISTANCE 18394- 18589
અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 નીચામાં 18163 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 186 પોઇન્ટના ઘટાડા સાથે 18199 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ઘટાડાની ચાલ સાથે નિફ્ટીએ તેના નીચેના 18200- 18150 પોઇન્ટના લો લેવલ્સને ટચ કરવા કોશિશ કરી લીધી છે. તેની 20 દિવસીય અને 50 દિવસીય ઇએએમએને સતતા ચોથા દિવસે પણ ટચ કરી છે. જે 18433- 18191 પોઇન્ટની છે. ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ ઇન્ગલફીંગ પેટર્ન રચાઇ છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ નેગેટિવ બની રહ્યા છે. 50 દિવસીય ઇએમએ નીચેની ચાલ નિફ્ટીને 18000- 17900 સુધી નીચે ખેંચી શકે છે. માટે નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
NIFTY | 18199 | BANK NIFTY | 42618 | IN FOCUS |
S-1 | 18083 | S-1 | 42116 | WIPRO (B) |
S-2 | 17968 | S-2 | 41615 | M&M (B) |
R-1 | 18394 | R-1 | 43367 | SBILIFE (B) |
R-2 | 18589 | R-2 | 44116 | JSWSTEEL (B) |
BANK NIFTY OUTLLOK: SUPPORT 42116- 41615, RESISTANCE 43367- 44116
બુધવારે બેન્ક નિફ્ટીએ સ્ટેબલ સ્ટાર્ટ પછી 43615નું લેવલ ટચ કર્યું હતું. પરંતુ દિવસ દરમિયાન સંખ્યાબંધ કાઉન્ટર્સ ઉપર હેવી સેલિંગ પ્રેશરના કારણે નીચામાં 42363 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 742 પોઇન્ટના ઘટાડા સાથે 41618 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેરિશ સ્ટેન્સ જળવાઇ રહેશે. પરંતુ સાથે સાથે પુલબેકને પણ નકારી શકાય નહિં. ઉપરમાં 43138 મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે. નીચામાં 42150 પોઇન્ટ મહત્વનું સપોર્ટ લેવલ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)