અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન ચાર્ટ તેમજ શોર્ટટર્મ ચાર્ટ્સ નેગેટિવ સંકેત આપી રહ્યા છે. જેમા નિફ્ટી 18400- 18250 પોઇન્ટ સુધી ઘટી શકે છે. પરંતુ ઉપરમાં સુધરે તો 18600- 18650ની મહત્વની હર્ડલ્સને ધ્યાનમાં રાખીને જ ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહમ મળી રહી છે.

NIFTY18497BANK NIFTY43633IN FOCUS
S-118383S-143379ENGINERSIN (B)
S-218269S-243124DRREDDY (B)
R-118638R-143871TITAN
R-218778R-244108BHARTIAIRTL (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 43633- 43379, RESTANCE 43871- 44108

શુક્રવારે બેન્ક નિફ્ટી ઓવરઓલ માર્કેટ કરતાં ઉલ્ટો ટ્રેન્ડ દર્શાવવા સાથે સુધારાથી શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લે માત્ર 37 પોઇન્ટના સુધારા સાથે 43633 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ સાવચેતી સાથે પ્રોફીટ બુકિંગનો રહ્યો છે. સોમવાર માટેના મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, પોઝિટિવ મોમેન્ટમ જળવાઇ રહેવા સાથે માર્કેટમાં પીએસયુ બેન્ક શેર્સમાં પ્રોફીટબુકિંગ રહેવા છતાં સુધારાની ચાલ જળવાઇ રહે તેવી શક્યતા છે. બેન્ક નિફ્ટી 43800 અને ત્યારબાદ 44000 પોઇન્ટ તરફની આગેકૂચ જાળવી રાખે તો 44108 પોઇન્ટના રેઝિસ્ટન્સ સુધી સુધારો જોવા મળી શકે છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)