મુંબઇ, 10 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદી જારી કરતાં જણાવ્યું છે કે, એકસચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના ચહેરા/અવાજ તથા એનએસઈના લોગો ને કેટલીક ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી ઓડિયો તથા વીડિયો ક્લિપમાં બનાવટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડીના અવાજ તથા ચહેરાના હાવભાવને અનુસરતા હોય તેવા આ પ્રકારના વીડિયો બનાવવામાં આવ્યા હોય તેમ જણાય છે. એક્સચેન્જ તરફથી રોકાણકારોને ચેતવણી આપવામાં આવે છે કે આવા ઓડિયો કે વીડિયો પર ભરોસો ન કરવો અને આવા બનાવટી વીડિયો કે અન્ય માધ્યમોથી મળતી આવી કોઈપણ પ્રકારની રોકાણ કે અન્ય કોઈ સલાહને ન અનુસરવી. અત્રે નોંધનીય છે કે એનએસઈના કર્મચારીઓને આવા શેરોમાં સોદા કરવા કે અન્ય કોઈ શેરની ભલામણ કરવાની સત્તા નથી. આ ઉપરાંત, એનએસઈ જ્યાં પણ શક્ય બને ત્યાં આવા વાંધાજનક વીડિયો હટાવી દેવા માટે આ પ્લેટફોર્મ્સને વિનંતી કરાઇ છે. સાથે સાથે તમામ રોકાણકારોને અત્રે આ બાબતની નોંધ લેવા અને એનએસઈ અથવા સત્તાવાર માહિતી તરીકે તેની વેબસાઈટ www.nseindia.com તરફથી કે તેના અધિકારીઓ તરફથી મળતી માહિતી વેરિફાઈ કરવા વિનંતી કરવામાં આવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)