ઓલા ઈલેક્ટ્રિકના 7250 કરોડના IPOને મંજૂરી
અમદાવાદ, 20 જૂનઃ ઇલેક્ટ્રોનિક વાહન નિર્માતા ઓલા ઈલેક્ટ્રીકને તેની પ્રારંભિક જાહેર ઓફર માટે સેબીએ મંજૂરી આપી દીધી છે. કંપની આઇપીઓ મારફત રૂ. 7,250 કરોડ એકત્ર કરવા માંગે છે. રૂ. 5,500 કરોડના નવા ઇશ્યૂ માટેના આઇપીઓ અને રૂ. 1,750 કરોડના વેચાણ માટે ઓફર (ઓએફએસ) મંજૂર કરવામાં આવ્યા છે. ઓલા ઈલેક્ટ્રીકએ 2024ની શરૂઆતમાં IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ અને ગોલ્ડમેન સૅક્સ સાથે જોડાણ કર્યું છે.ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક ભાવિશ અગ્રવાલ 47.3 મિલિયન શેર વેચશે. કંપનીના પ્રારંભિક રોકાણકારો – AlphaWave, Alpine, DIG ઇન્વેસ્ટમેન્ટ, મેટ્રિક્સ અને અન્યો પણ OFS મારફતે 47.89 મિલિયન શેર્સનું વેચાણ કરશે. DRHP મુજબ, ઓલા ઈલેક્ટ્રિક ભંડોળનો ઉપયોગ કેપેક્સ, દેવું ચૂકવવા અને સંશોધન અને વિકાસ (R&D) માટે કરશે. કંપની કેપેક્સ માટે આશરે રૂ. 1,226 કરોડ અને દેવું ચૂકવવા રૂ. 800 કરોડનો ઉપયોગ કરશે. તે સૌથી વધુ, લગભગ રૂ. 1,600 કરોડ, R&D પર અને રૂ. 350 કરોડ અકાર્બનિક વૃદ્ધિ પર ખર્ચ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)