અમદાવાદ, 27 જાન્યુઆરી: પેમેન્ટ સર્વિસીઝ, ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસીઝ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવતી ટેક્નોલોજી કંપની Phonepe limitedએ  સેબીમાં તેનું UDRHP-1 ફાઇલ કર્યું છે.

આ પ્લેટફોર્મ દ્વારા કંપની કન્ઝ્યુમર પેમેન્ટ્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ અને લેન્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્શ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ બે નવા પ્લેટફોર્મ પણ બનાવ્યા છે અને તે ઝડપથી વિસ્તરણ કરી રહ્યા છે: (1) Share.Market,જે કંપનીનું સ્ટોક બ્રોકિંગ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે અને (2) Indus AppStore, જે એક મોબાઇલ એપ્લિકેશન માર્કેટપ્લેસ છે. તેના પ્લેટફોર્મ્સ એવોર્ડ-વિજેતા સ્કેલેબલ ટેકનોલોજી સ્ટેક પર બનેલા છે જે તેના પ્લેટફોર્મ અને નવા યુઝ કેસીસમાં વિશ્વસનીયતા, વિસ્તરણ ક્ષમતા, સુરક્ષા અને કિફાયતીપણું પ્રદાન કરે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, જેફરીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” અને BSE સાથે મળીને, “Stock Exchanges”) જેવા સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટિંગ કરવાની યોજના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)