અમદાવાદ, 10 નવેમ્બર, 2025: પિરામલ ફાઇનાન્સ લિમિટેડે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના લિસ્ટિંગ સાથે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (PEL)ના તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સફળ મર્જર બાદ એક એકીકૃત, રિટેલ-કેન્દ્રિત એનબીએફસી કંપની અસ્તિત્વમાં આવી હતી અને તેના બાદ આ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

કંપનીની એયુએણ નાણાંકીય વર્ષ 2021માં રૂ. 49,000 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 91,477 કરોડ થઈ ગઈ છે. રિટેલ પોર્ટફોલિયો હવે કુલ એયુએમના 82 ટકાથી વધુ છે. પિરામલ ફાઇનાન્સ હવે 428 શહેરોમાં 517 શાખાઓ સાથે 13,000થી વધુ પિન કોડમાં 5.2 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવાઓ આપે છે. પ્રોડક્ટ ઓફરિંગમાં હોમ લોન, પ્રોપર્ટી સામે લોન (એલએપી), નાના વ્યવસાય માટેની લોન, ડિજિટલ પર્સનલ લોન અને વપરાયેલી કાર માટેની લોનનો સમાવેશ થાય છે.

આ પરિવર્તન 2021માં રૂ. 34,250 કરોડના ડીએચએફએલના હસ્તાંતરણ દ્વારા આવ્યું હતું, જે ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ હેઠળ ભારતીય નાણાંકીય સેવાઓમાં સૌથી મોટું નિરાકરણ હતું, જેણે તેની રિટેલ ફ્રેન્ચાઇઝીનો પાયો નાંખ્યો હતો.

પિરામલ ફાઇનાન્સની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે ભારતના ઓછી સેવાઓ ધરાવતા બજારોમાં સ્કેલ અને સમાવેશ બંનેને સક્ષમ બનાવે છે. ભારતની પ્રથમ AI-નેટિવ એનબીએફસી તરીકે કંપની તેના પ્રોપરાઇટરી પ્લેટફોર્મ Piramal.ai દ્વારા 45થી વધુ લાઇવ એઆઈ મોડેલ્સ ઓપરેટ કરે છે, જે ક્રેડિટ અંડરરાઇટિંગ, કલેક્શન, છેતરપિંડી શોધવા અને ગ્રાહક અનુભવને સમર્થન આપે છે. આ અભિગમથી પિરામલ ફાઇનાન્સ પરંપરાગત ક્રેડિટ ઇતિહાસ ન ધરાવતા ગ્રાહકોને સેવાઓ આપી શકે છે તથા કાર્યક્ષમતામાં સુધારો કરે છે. મજબૂત એસેટ ક્વોલિટી (GNPA 2.6 ટકા, NNPA 1.8 ટકા) સાથે  રિટેલ OPEX-to-AUM નાણાંકીય વર્ષ 2023માં 6.5 ટકાથી ઘટીને નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં 3.9 ટકા થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)