અમદાવાદ, 13 જાન્યુઆરી,2026: ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નો પહેલો દિવસ મારવાડી યુનિવર્સિટી ખાતે શરૂ થયો.

કાર્યક્રમ દરમિયાન ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 નવા સ્માર્ટ ઔદ્યોગિક એસ્ટેટ અને એક મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્યોગ-તૈયાર વર્કફોર્સને સમયની જરૂરિયાત ગણાવતા પ્રધાનમંત્રીએ રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ મજબૂત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમ અંગે વિશ્વાસ આપ્યો. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાદેશિક સશક્તિકરણને ભારતની વ્યાપક વિકાસકાંક્ષાનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો.

મોટા રોકાણ પ્રસ્તાવોએ ગુજરાતની વિકાસ ગાથાને વધુ મજબૂતી આપી. અદાણી ગ્રૂપે આગામી પાંચ વર્ષમાં કચ્છમાં ₹1.5 લાખ કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે રિલાયન્સે આ જ સમયગાળામાં ₹7 લાખ કરોડના રોકાણની યોજના જાહેર કરી, જેના કારણે વિશાળ પ્રમાણમાં રોજગાર અને આજીવિકાના અવસરો સર્જાશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જામનગરમાં વિશ્વના સૌથી મોટા એકીકૃત સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમના વિકાસની માહિતી પણ આપી. આ સાથે તેમણે જામનગરને ભારતનું સૌથી મોટું એઆઇ-રેડી સેન્ટર બનાવવાની કલ્પના રજૂ કરી, જેનો હેતુ દરેક ભારતીય સુધી સસ્તું એઆઇ પહોંચાડવાનો છે.

વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના વિઝન અનુસાર, પ્રથમ દિવસે ટકાઉ વિકાસ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ટેક્સટાઇલ, મત્સ્ય પાલન, ખનિજ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરીય અને અસરકારક ચર્ચાઓ યોજાઇ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)