મેઇનબોર્ડ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ

CompanyListedIssue
Price
CurrentProfit/
Loss
BLS
E-Services
Feb6135363.2169.04%
 Nova
AgriTech
Jan314174.7482.29%
EPACK
Durable
Jan30230195.65-14.93%
Medi
Assist
Healthcare
23Jan418527.3526.16%
Jyoti
CNC
Jan
16
331570.272.27%
(તા. 7 ફેબ્રુઆરીના બંધ ભાવની સ્થિતિ અનુસાર)
IPO

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલી ધૂમ તેજીની સાથે સાથે પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે પણ કેલેન્ડર વર્ષ 2024ની શરૂઆત શુકનવંતી થઇ રહી છે. 1 જાન્યુઆરીથી અત્યારસુધીમાં લિસ્ટેડ પાંચ પૈકી ચાર આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે એક માત્ર EPACK Durable 14.93 ટકા નેગિટિવ રિટર્ન સાથે ચાલી રહ્યો છે. ચાર પૈકી તા. 6 ફેબ્રુઆરીએ લિસ્ટેડ થયેલો BLS E-Services 169 ટકાના સૌથી વધુ રિટર્ન સાથે ટોપ ઉપર રહ્યો છે. નોવા એગ્રીટેક 82.29 ટકા અ જ્યોતિ સીએનસી પણ 72.2 ટકા રિટર્ન ધરાવે છે. જોકે Medi Assist Healthcareમાં 26.16 ટકા રિટર્ન રહ્યું છે.

એસએમઇ પ્લેટફોર્મથી વિપરીત આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે યોજાઇ રહેલાં આઇપીઓની સંખ્યા વધુ રહી છે. સાત તારીખે 3 આઇપીઓ અને 9 ફેબ્રુઆરીના રોજ એક આઇપીઓ ખૂલી રહ્યા છે.

Apeejay Surrendra Park Hotels: પ્રાઇસ બેન્ડ રૂ. 147-15. રૂ. 920 કરોડનો IPO 7 ફેબ્રુઆરીએ બંધ થયો છે.

રાશી પેરિફેરલ્સ: 7-9 ફેબ્રુઆરી દરમિયાન તેના પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 600 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ 295-311 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

જના સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંગલુરુ સ્થિત સ્મોલ ફાઇનાન્સ બેંક પણ તેનો રૂ. 570 કરોડનો પબ્લિક ઇશ્યુ 7 ફેબ્રુઆરીએ ખૂલ્યો અને તેની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી હશે. પ્રાઈસ બેન્ડ રૂ. 393-414 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક: પંજાબ સ્થિત સ્મોલ ફાઇનાન્સ બેંક ફેબ્રુઆરી 7-9 દરમિયાન ઇશ્યૂ યોજી રહી છે. તેની પ્રાઇસ બેન્ડ 445-468 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. બેંક તેના IPO દ્વારા રૂ. 523.07 કરોડ એકત્ર કરવા માંગે.

એન્ટેરો હેલ્થકેરઃ કંપની તા. 9 ફેબ્રુઆરીએ શેરદીઠ રૂ. 1195- 1258ની પ્રાઇસબેન્ડ ધરાવતા આઇપીઓ સાથએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 13 ફેબ્રુઆરીએ બંધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)