અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં સોમવાર એટલે કે, તા 1 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન 8 IPO યોજાઇ રહ્યા છે. ઇક્વિટી માર્કેટની સ્થિતિ નબળી હોવા છતાં 13 કંપનીઓ લિસ્ટિંગ માટે સુનિશ્ચિત થશે. યુએસ ટેરિફના ટેન્શન વચ્ચે તાજેતરના સ્વિંગ હાઇથી નિફ્ટી 50 3 ટકા ઘટ્યો છે.

મેઇનબોર્ડમાં એકમાત્ર ઇશ્યૂની એન્ટ્રી રહેશે

આગામી સપ્તાહે યોજાનાર 8 નવા IPOમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી ફક્ત એક જ આઇપીઓ પેરેન્ટરલ પ્રોડક્ટ્સ નિર્માતા અમાન્ટા હેલ્થકેરનો સમાવેશ થાય છે, રૂ.126 કરોડનો આ ઇશ્યૂ 1-3 સપ્ટેમ્બર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે, જેની પ્રાઇસબેન્ડ રૂ. 120-126 છે. કંપનીએ ઓફર ઓપનિંગના એક દિવસ પહેલા 29 ઓગસ્ટે એન્કર બુક દ્વારા રૂ. 37.8 કરોડ એકત્ર કર્યા હતા.

SME સેગમેન્ટમાં કુલ 7 IPOની થશે એન્ટ્રી

SME સેગમેન્ટમાં કુલ 7 IPO આવી રહ્યા છે તેમાં રચિત પ્રિન્ટ્સ, ગોયલ કન્સ્ટ્રક્શન, ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ, ઓસ્ટર સિસ્ટમ્સ, વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા, શર્વયા મેટલ્સ અને વશિષ્ઠ લક્ઝરી ફેશનનો સમાવેશ થાય છે. રચિત પ્રિન્ટ્સ 1 સપ્ટેમ્બરના રોજ રૂ. 19.5 કરોડનો IPO ખોલશે, જ્યારે ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ અને ગોયલ કન્સ્ટ્રક્શન 2 સપ્ટેમ્બરના રોજ અનુક્રમે રૂ. 52 કરોડ અને રૂ. 100 કરોડના જાહેર ઇશ્યૂ લોન્ચ કરશે. ઓસ્ટર સિસ્ટમ્સ 3 સપ્ટેમ્બરના રોજ રૂ. 15.6 કરોડના IPO સાથે આવી રહી છે. 4 સપ્ટેમ્બરના રોજ વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા અને શર્વયા મેટલ્સ તેમના IPO લોન્ચ કરશે, જેનો હેતુ પ્રાથમિક બજારમાંથી અનુક્રમમે રૂ. 25.1 કરોડ અને રૂ. 58.8 કરોડ એકત્ર કરવાનો છે. વશિષ્ઠ લક્ઝરી ફેશન, SME સેગમેન્ટમાં છેલ્લો IPO (રૂ. 8.87 કરોડનો) હશે, જે 5 સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. વધુમાં, 28 ઓગસ્ટના રોજ ખુલેલો ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ IPO 1 સપ્ટેમ્બરના રોજ બંધ થશે, ત્યારબાદ સગ્સ લોયડ, સ્નેહા ઓર્ગેનિક્સ અને એબ્રિલ પેપર ટેકનો IPO 2 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

મેઇનબોર્ડમાં 3 સપ્ટેમ્બરે વિક્રાન એન્જિનિયરિંગ અને એનલોનનું લિસ્ટિંગ

મેઈનબોર્ડ સેગમેન્ટમાં, એનલોન હેલ્થકેર અને વિક્રાન એન્જિનિયરિંગ 3 સપ્ટેમ્બરના રોજ લિસ્ટિંગ કરાવનારી કંપનીઓ હશે. તેમના IPO અનુક્રમે 24 વખત અને 7 વખત સબસ્ક્રાઇબ થયા છે.

SME સેગમેન્ટમાંથી 11 લિસ્ટિંગ થશે

અનોંદિતા મેડિકેર, શિવશ્રિત ફૂડ્સ અને ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ (ઇન્ડિયા)ના શેર 1 સપ્ટેમ્બરથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, ત્યારબાદ NIS મેનેજમેન્ટ અને ગ્લોબટિયર ઇન્ફોટેક 2 સપ્ટેમ્બરથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. કરન્ટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ અને સત્વ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન શેરનું ટ્રેડિંગ 3 સપ્ટેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગ લિસ્ટિંગ 4 સપ્ટેમ્બરથી શરૂ થશે. એબ્રિલ પેપર ટેક, સગ્સ લોયડ અને સ્નેહા ઓર્ગેનિક્સ આગામી સપ્તાહે 5 સપ્ટેમ્બરથી ડેબ્યૂ કરશે.