પ્રાઇમરી માર્કેટ એક્શનઃ આ સપ્તાહે 7 લિસ્ટિંગ સાથે 10 નવા IPOની એન્ટ્રી જોવા મળશે
અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ સેકન્ડરી માર્કેટમાં કોન્સોલિડેશન છતાં પ્રાઇમરી માર્કેટમાં IPOનો પ્રવાહ સતત વધી રહ્યો છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં, સબસ્ક્રિપ્શન માટે 10 નવા IPO એન્ટ્રી લઇ રહ્યા છે. સામે 7 IPO લિસ્ટિંગ માટે સજ્જ છે.

મેઇનબોર્ડમાં Urban Company, Shringar House of Mangalsutra, Dev Accelerator (DevX)ની એન્ટ્રી
10 IPOમાંથી, 2,444 કરોડ ના ત્રણ ઑફર્સ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી હશે જેમાં અર્બન કંપનીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આઇપીઓ 10 સપ્ટેમ્બરે ખુલશે અને 12 સપ્ટેમ્બરે બંધ થશે.
અર્બન કંપનીઃ તેના પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ.1,900 કરોડ એકત્ર કરી રહી છે, જેમાં રૂ.472 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. એક્સેલ ઇન્ડિયા, બેસેમર ઇન્ડિયા કેપિટલ હોલ્ડિંગ્સ, એલિવેશન કેપિટલ, ઇન્ટરનેટ ફંડ અને VY કેપિટલ દ્વારા 1,428 કરોડના શેર ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.98-103 નક્કી કરવામાં આવ્યો છે.
શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્રઃ કંપનીનો ઉદ્દેશ્ય 2.4૩ કરોડ શેરના સંપૂર્ણપણે નવા ઇશ્યૂ ધરાવતા જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 401 કરોડ એકત્ર કરવાનો છે. કિંમત બેન્ડ રેન્જ રૂ. 155-165 પ્રતિ શેર છે.
દેવ એક્સિલરેટર (ડેવએક્સ) ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ પ્રોવાઇડરઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી ત્રીજો IPO હશે, જે રૂ. 56-61 પ્રતિ શેરના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ.2.૩5 કરોડ શેરના મેઇડન જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 14૩.૩5 કરોડ એકત્ર કરશે. IPOમાં ફક્ત નવા ઇશ્યૂનો સમાવેશ થાય છે.

આ સપ્તાહે એસએમઇ સેગ્મેન્ટમાંથી યોજાશે સાત આઇપીઓ
બાકીના સાત જાહેર ઇશ્યૂ SME સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે જેમાં કૃપાલુ મેટલ્સ અને નીલાચલ કાર્બો મેટલિક્સ 8 સપ્ટેમ્બરના રોજ ખૂલી રહેલાં નિશ્ચિત કિંમતના ઇશ્યૂ છે.
કૃપાલુ મેટલ્સઃ પ્રતિ શેર રૂ. 72ના ભાવે રૂ. 1૩.48 કરોડ એકત્ર કરી રહી છે
નિલાચલ કાર્બો મેટાલિક્સઃ પ્રતિ શેર રૂ. 85 ના ભાવે રૂ. 56.10 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.
Karbonsteel Engineering અને Taurian MPS આઈપીઓ 9 સપ્ટેમ્બરે અનુક્રમે રૂ.151-159 અને રૂ. 162-171 પ્રતિ શેરના ભાવે ખુલશે. કાર્બોનસ્ટીલે રૂ. 59.૩ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે ટૌરીન એમપીએસ દ્વારા પ્રસ્તાવિત ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય રૂ. 42.5૩ કરોડ છે. જય અંબે સુપરમાર્કેટ્સ એસએમઈ રૂ. 18.45 કરોડનો આઈપીઓ હશે, જે 10 સપ્ટેમ્બરે રૂ. 74-78 ના ભાવે ખુલશે, ત્યારબાદ એરફ્લોઆ રેલ ટેકનોલોજી 11-15 સપ્ટેમ્બર દરમિયાન IPO દ્વારા રૂ. 91.1 કરોડ એકત્ર કરી રહી છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 1૩૩-140 પ્રતિ શેર છે. LT એલિવેટર 12 સપ્ટેમ્બરે ખુલવાનો છે, જેમાં 50.48 લાખ શેરનો નવો ઇશ્યૂ થશે. આ 10 IPO ઉપરાંત, Austere Systems, Vigor Plast India અને Sharvaya Metals ના પબ્લિક ઇશ્યૂ 9 સપ્ટેમ્બરે બંધ થશે, ત્યારબાદ Vashisht Luxury Fashion offer 10 સપ્ટેમ્બરે બંધ થશે.

આ સપ્તાહે 7 આઇપીઓની લિસ્ટિંગ માટે થઇ રહી છે એન્ટ્રી
આ સપ્તાહે કુલ 7 કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ માટે સજ્જ છે, જેમાં 9 સપ્ટેમ્બરે મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી અમાન્તા હેલ્થકેરનો સમાવેશ થાય છે. SME સેગમેન્ટમાં, Rachit Prints 8 સપ્ટેમ્બરે BSE SME પર લિસ્ટ થશે. ગોયલ કન્સ્ટ્રક્શન કંપની, Optivalue Tek Consulting, Austere Systems, Vigor Plast India અને Sharvaya Metals પણ આ સપ્તાહ દરમિયાન બજારમાં લિસ્ટિંગ કરવા માટે તૈયાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
