અમદાવાદ, 6 ઓકટોબર: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સની  ઉત્પાદક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીના 1.34 લાખથી વધુ ઇક્વિટી શેર્સ ખરીદ્યા છે. 30 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 10,26,66,012 ઇક્વિટી શેર્સ સાથે વધીને રૂ. 72.51 ટકા થયું છે.

કંપનીના પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલા શ્રીમતી મધુ નારાયણ સાબૂએ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીના 89,594 ઇક્વિટી શેર્સ રૂ. 1.10 કરોડમાં ખરીદ્યા હતા. આ શેર ખરીદવાની સરેરાશ કિંમત શેરદીઠ રૂ. 123.74 હતી. આ શેર ખરીદ્યા બાદ કંપનીમાં શ્રીમતી મધુ નારાયણ સાબૂનું શેરહોલ્ડિંગ 81,35,154 ઇક્વિટી શેર્સ સાથે વધીને 5.75 ટકા થયું છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ પણ શ્રીમતી મધુ નારાયણ સાબૂએ ઓપન માર્કેટમાંથી 1,05,000 ઇક્વિટી શેર્સ ખરીદ્યા હતા.

30 સપ્ટેમ્બર, 2024ના રોજ કંપનીના પ્રમોટર ગ્રુપ સાથે સંકળાયેલા નારાયણ સીતારામ સાબૂ (એચયુએફ)એ રૂ. 54 લાખમાં કંપનીના 45,000 ઇક્વિટી શેર્સ ખરીદ્યા હતા. આ શેર ખરીદી શેરદીઠ રૂ. 120ના ભાવે થઈ હતી. આ શેર ખરીદી પછી કંપનીમાં નારાયણ સીતારામ સાબૂ (એચયુએફ)નું શેરહોલ્ડિંગ 48,84,530 ઇક્વિટી શેર્સ સાથે 3.45 ટકા થયું છે.

કંપનીએ તાજેતરમાં જ 1:1 ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કર્યા હતા કંપનીની વાર્ષિક સાધારણ સભામાં નક્કી કર્યા મુજબ જેમાં રેકોર્ડ તારીખે કંપનીના શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક રૂ. 2ના દરેક 1 હાલના ઇક્વિટી શેર્સ માટે પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના એક ઇક્વિટી શેર્સ આપવામાં આવ્યા હતા. કંપનીએ એજીએમમાં કંપનીની ઓથોરાઇઝ્ડ શેર કેપિટલને રૂ. 15 કરોડથી વધારીને પ્રત્યેક રૂ. 2ના 15 કરોડ ઇક્વિટી શેર્સમાં ફેરવીને રૂ. 30 કરોડ કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)