AGEL માં પ્રમોટર્સે હિસ્સો , રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત
અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી કર્યા બાદની બાકીની ચુકવણીને બોર્ડની મંજૂરી પછી રૂ. 1,110.56 પ્રતિ યુનિટના ભાવે કરવામાં આવી હતી.
માર્કેટ એક્સપર્ટ તેમાં AGEL ના વિકાસ માર્ગને મજબૂત સમર્થન તરીકે જુએ છે. પ્રમોટર ગ્રુપે અગાઉ જાન્યુઆરી 2023 ના હિન્ડેનબર્ગ રિપોર્ટ પછી AGEL માં તેનો હિસ્સો ઘટાડીને 56% કરતા GQG પાર્ટનર્સ અને કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીને તેના શેર વેચ્યા હતા. 9350 કરોડ રૂપિયાનું નવું રોકાણ, જેમાંથી 62૦૦ કરોડ રૂપિયા વૃદ્ધિને વેગ આપશે અને 3116 કરોડ રૂપિયા દેવાને નિવારણ કરશે, તે આગામી પાંચ વર્ષમાં AGEL ની મહત્વાકાંક્ષી $1૦૦ બિલિયન મૂડીખર્ચ યોજના સાથે સુસંગત છે. નાણાકીય વર્ષ 26 માં AGEL 5 GW નવીનીકરણીય ક્ષમતા ઉમેરવાનું લક્ષ્ય રાખે છે, જેના માટે 31૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે.
15.8GW ની વર્તમાન સ્થાપિત ક્ષમતા સાથે AGEL નાણાકીય વર્ષ ૨૬ સુધીમાં 19 GW અને 1030સુધીમાં 50 GW નું લક્ષ્ય રાખે છે, જેમાં અડધાથી વધુ ગુજરાતના ખાવડા સોલાર પાર્કમાં આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વના સૌથી મોટો છે. જેમાં 30 GW મોટે ભાગે સૌર અને કેટલીક વીન્ડ એસેટ્સ છે. રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં પણ તેનું વિસ્તરણ ચાલી રહ્યું છે. કંપની ખર્ચ ઘટાડવા અને માર્જિન વધારવા માટે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ગ્રુપ સિનર્જી, સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન અને સ્ટોરેજ સોલ્યુશન્સનો ઉપયોગ કરે છે.
AGEL નું નાણાકીય શિસ્ત નાણાકીય વર્ષ 2025 માં તેના 6.05 ગણા ઘટેલા ચોખ્ખા દેવા-થી-EBITDA ગુણોત્તરમાં સ્પષ્ટ દેખાય છે, જે 6.57 ગણાથી ઘટીને FY28 સુધીમાં 4 ગણા લક્ષ્ય સાથે વૈશ્વિક સ્તરે સૌથી ઓછા સ્તરવાળી નવીનીકરણીય ઊર્જા કંપનીઓમાં સ્થાન ધરાવે છે.
અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓએ નાણાકીય વર્ષ 2025 માં EBITDA માં 8% નો વધારો નોંધાવ્યો હતો અને રૂ. 90,000 કરોડનો મજબૂત રોકડ પ્રવાહ દર્શાવ્યો હતો. 16 GW નવા વીજ ખરીદી કરારો પર હસ્તાક્ષર સાથે, AGEL ભારતના નવીનીકરણીય ઊર્જામાં નેતૃત્વ કરવા માટે આગેકૂચ કરી રહ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)