PSU Stocks Return: BHEL, IRFC, Mazagaon Dock સહિત સરકારી કંપનીઓના શેરો એક વર્ષમાં 800 ટકા સુધી વધ્યા
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ આવનારી લોકસભા ચૂંટણી 2024માં નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની જીત નિશ્ચિત જણાઈ રહી છે. જેમાં હાલમાં જ જારી કરાયેલા વિકસિત ભારત 2047ના વિઝન માટેના રોડમેપ આધારે જુલાઈ, 2024નું બજેટ પણ મોદી સરકાર દ્વારા જારી થવાના પ્રબળ આશાવાદ વચ્ચે પીએસયુ સ્ટોક્સમાં તેજી જોવા મળી છે. આજે સતત બીજા દિવસે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ 18053.01ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. અંતે 2.84 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને વેગવાન બનાવવામાં પીએસયુનો ફાળો મહત્તમ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોટાભાગના પીએસયુ શેરોમાં ત્રિપલ ડિજિટ રિટર્ન નોંધાયુ છે. સરકારી કંપનીઓ ભેલ, આઈઆરએફસી, મઝાગોન ડોક સહિતના શેરોમાં 800 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા છે.
આ શેરોમાં તેજીનો દોર જારી
છેલ્લા ઘણા સમયથી સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. આજે એસજેવીએન, પીએસબી, એનબીસીસી સહિતના શેરો નવી ટોચે પહોંચ્યા હતા. એસજેવીએન, પીએસબી, એનબીસીસી, એન્જિનિયર્સ ઈન્ડિયા, આઈઓબી, આઈઓસી, એનએમડીસી સહિતના શેરોમાં તેજી હવે શરૂ થઈ છે. જેમાં બમણાથી વધુ રિટર્નની સંભાવના હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
નિષ્ણાતોના મતે પીએસયુ સ્ટોક ટીપ્સઃ કલ્યાણ માયાભાઈ બ્રોકર્સના હરેન શેઠના મતે, પીએસયુ શેરોમાં હોલ્ડિંગ જાળવી રાખવા સલાહ આપી છે. તેમજ નીચા ભાવે મળતાં પીએસયુ સ્ટોક્સમાં રોકાણ કરી સારૂ એવુ રિટર્ન પ્રાપ્ત થઈ શકે છે. ચૂંટણી બાદ જારી થનારા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, રેલવે, ડિજિટાઈઝેશન સહિતના સેક્ટર્સમાં ગ્રોથ આધારિત જાહેરાતો થવાની શક્યતાઓ સાથે પીએસયુ શેરોમાં તેજી જોવા મળી શકે છે.
Smallcase દ્વારા 2024 માટે ખરીદવાલાયક પીએસયુ શેરોની યાદીઃ ONGC, NTPC, Power Grid Corporation, Coal India, Indian Oil, HAL, BEL, IRFC, Power Finance…
છેલ્લા એક વર્ષમાં પીએસયુ શેરોમાં રિટર્ન
સ્ક્રિપ્સ | ઉછાળો | સ્ક્રિપ્સ | ઉછાળો |
BHEL | 813.28% | IREDA | 209.72% |
IRFC | 438.99% | Mazadock | 199.42% |
IFCI | 405.69% | EIL | 183.54% |
Hudco | 356.99% | BEML | 173.39% |
RVNL | 309.57% | MIdhani | 150.63% |
NBCC | 296.79% | HINdcopper | 147.15% |
Ircon | 296.19% | MMTC | 145.46% |
SJVN | 285.20% | GIC | 128.78% |
Railtel | 264.94% | STC | 121.81% |
MSTC | 249.32% | MOIL | 114.36% |
ITI | 241.50% | Cochin | 88.26% |
PFC | 226.95% | NCL | 53.76% |
HAL | 26.73% |