અમદાવાદ, 23 જૂન: Putzmeister, કોંક્રિટ ઇક્વિપમેંટ અને પમ્પિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કંપનીએ તેની નવીનતમ પ્રોડક્ટ બીએસએ 1405 ડી ક્લાસિક – સ્ટેશનરી કોંક્રિટ પંપને ઓન-ગ્રાઉન્ડ ગ્રાહક જોડાણ ઝુંબેશ ” Putzmeister કોંક્રિટ દસ્તક રોડ શો”ના માધ્યમથી લૉન્ચ કરી છે. બીએસએ 1405 ડી ક્લાસિક પર્ફોર્મન્સ સિમ્પ્લીફાઇડ, પુટ્ઝમેઇસ્ટરના મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવીનતમ ઉમેરો છે, જેને સરળ, યૂઝર ફ્રેન્ડલી નિયંત્રણો અને મેન્ટેનેંસની ઓછી જરૂરિયાતો સાથે કપરી સાઇટ પરિસ્થિતિઓમાં વિશ્વસનીય રીતે કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. રહેણાંક ઇમારતો, મધ્યમ-ઉંચાઇવાળા પ્રોજેક્ટ્સ, પુલો અને લાંબા અંતરના પમ્પિંગ કાર્યો માટે તૈયાર કરાયેલ, આ પંપ વ્યવહારિક સરળતા સાથે શક્તિશાળી કામગીરી પ્રદાન કરે છે.

પુટ્ઝમેઇસ્ટર ઇન્ડિયાના માર્કેટિંગ હેડ આસ્થા ભટનાગરે જણાવ્યું, અમે પુટ્ઝમેઇસ્ટર ઇકોસિસ્ટમની સંપૂર્ણ તાકાતને અમારા ગ્રાહકોની નજીક તેમના વાતાવરણમાં તેમની જમીન પર રજૂ કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.