આઇપીઓ ખૂલશે25 જૂન
આઇપીઓ બંધ થશે27 જૂન
એન્કર બુક24 જૂન
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.700- 740
લોટ સાઇઝ20 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.12500 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 23 જૂન: HDB ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 700-740ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના રૂ. 12500 કરોડના આઇપીઓ સાથે તા. 25 જૂનના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 27 જૂનના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ 24 જૂને યોજાશે. બિડ્સ લઘુતમ 20 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 20 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની રૂ. 12,500 કરોડ સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 2,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 10,000 કરોડ સુધીના મલૂયના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે. ઇક્વિટી શેર મૂડીના વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર કંપની એચડીએફસી બેંક લિમિટેડ  દ્વારા રૂ. 10,000 કરોડ સુધીના મૂલ્યના શેર્સનો સમાવેશ થાય છે. રિટેલ રોકાણકારો માટે જરૂરી ન્યૂનતમ રોકાણ રકમ ₹14,000 છે. sNII માટે ન્યૂનતમ લોટ સાઈઝ રોકાણ 14 લોટ (280 શેર) છે, જે ₹2,07,200 જેટલું છે, અને bNII માટે, તે 68 લોટ (1,360 શેર) છે, જે ₹10,06,400 જેટલું છે.

લીડ મેનેજર્સઃ બીએનપી પરિબાસ, જેએમ ફાઇનાન્શિયલ, બોફા સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સૅક્સ સિક્યોરિટીઝ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ, જેફરીઝ ઇન્ડિયા, મોર્ગન સ્ટેનલી, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી, નુવામા વેલ્થ મેનેજમેન્ટ, યુબીએસ સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે એમયુએફજી ઇન્સ્ટાઇમ ઇન્ડિયા ઇશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે

કંપની એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ, એસેટ ફાઇનાન્સ અને કન્ઝ્યુમર ફાઇન્સ જેવા કંપનીના બિઝનેસ વર્ટિકલ્સ પૈકીના કોઈપણની હેઠળ ઓનવર્ડ લેન્ડિંગ સહિત કંપનીની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કંપનીની ટિયર-1 કેપિટલ બેઝને વધારવા માટે ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, ફ્રેશ ઇશ્યૂમાંથી મળતી રકમના એક હિસ્સાનો ઓફરના ખર્ચને પહોંચી વળવા માટે ઉપયોગ કરવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

2007માં સ્થપાયેલી એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક રિટેલ-કેન્દ્રિત, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની છે. કંપની બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (“બીપીઓ”) સેવાઓ પણ પ્રદાન કરે છે જેમ કે બેક-ઓફિસ સપોર્ટ સેવાઓ, અમારા પ્રમોટરને કલેક્શન અને સેલ્સ સપોર્ટ સેવાઓ તેમજ ફી-આધારિત ઉત્પાદનો જેમ કે મુખ્યત્વે ધિરાણ આપનારા ગ્રાહકોને વીમા ઉત્પાદનોનું વિતરણ. એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસનું ઓમ્ની-ચેનલ “ફિજિટલ” વિતરણ મોડેલ એક વિશાળ શાખા નેટવર્કને જોડે છે. જે ઇન-હાઉસ ટેલિ-કોલિંગ ટીમો અને વિવિધ બાહ્ય વિતરણ નેટવર્ક્સ અને ચેનલ ભાગીદારો ધરાવે છે. કંપની નીચે દર્શાવેલા બિઝનેસ વર્ટિકલ્સ પણ ધરાવે છે.

એન્ટરપ્રાઇઝ લેન્ડિંગ: 2008માં શરૂ કરાયેલ પ્રથમ બિઝનેસ વર્ટિકલ્સ. જે MSME ગ્રાહકો તેમજ ચોક્કસ પ્રકારના પગારદાર કર્મચારીઓને મુખ્યત્વે તેમના શાખા નેટવર્ક દ્વારા વિવિધ સુરક્ષિત અને અસુરક્ષિત લોન આપે છે.

એસેટ ફાઇનાન્સ: ગ્રાહકોને નવા અને વપરાયેલા વાણિજ્યિક વાહનો, બાંધકામ સાધનો અને ટ્રેક્ટર મેળવવા માટે ધિરાણ વિકલ્પો પ્રદાન કરે છે, જે બધા તેમના ગ્રાહકો માટે આવક ઉત્પન્ન કરતી સંપત્તિ છે.

કન્ઝ્યુમર ફાઇનાન્સ: વ્યક્તિગત અથવા ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવા માંગતા વ્યક્તિઓને લોન આપે છે.

31 માર્ચ, 2025 સુધીમાં, 80%થી વધુ શાખાઓ ભારતના 20 સૌથી મોટા શહેરોની બહાર સ્થિત છે. કંપની પાસે 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,170 નગરો અને શહેરોમાં 1,771 શાખાઓનું સમગ્ર ભારતમાં નેટવર્ક હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)