અમદાવાદ, 26 એપ્રિલઃ

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માર્ચ-24ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ.. 3878 કરોડ નોંધાવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ 31 માર્ચના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 38,235 કરોડની આવક નોંધાવી હતી. વધુમાં, કંપનીએ શેર દીઠ રૂ. 125નું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

પ્રથમ વખત, કંપનીએ નાણાકીય વર્ષ 24 માં 20 લાખ એકમોના વાર્ષિક કુલ વેચાણના માઇલસ્ટોનને વટાવ્યો હતો. કંપની સતત ત્રીજા વર્ષે ટોચની નિકાસકાર બની રહી છે, હવે ભારતમાંથી કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં 41.8 ટકા યોગદાન આપે છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. વિશ્લેષકો અને અગ્રણી બ્રોકરેજ હાઉસિસના અંદાજ મુજબ રૂ. 38,772 કરોડની આવક પર રૂ. 3,916 કરોડના નફાની ધારણા સેવાતી હતી.

વાર્ષિક ચોખ્ખો નફો 64 ટકા વધી રૂ. 13209.4 કરોડ

વાર્ષિક ધોરણે, કામગીરીમાંથી આવક FY23માં રૂ. 1,12,500.8 કરોડની સામે FY24માં 20% વધીને રૂ. 1,34,937.8 કરોડ થઈ છે. ચોખ્ખો નફો 64.10% વધીને રૂ. 13209.4 કરોડ થયો હતો જે નાણાકીય વર્ષ 23 માં રૂ. 8049.2 કરોડ હતો. શેરદીઠ કમાણી FY23માં રૂ. 266.46 સામે FY24માં વધીને રૂ. 431.08 પર પહોંચી હતી.

26 એપ્રિલના રોજ, BSE પર મારુતિ સુઝુકીનો શેર 1.26 ટકા ઘટીને રૂ. 12,760 પર ટ્રેડિંગ બંધ રહ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)