રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ રેલવે સેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુલ રૂ. 41 હજાર કરોડના ખર્ચે 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવતાં આજે રેલવે શેરોમાં 1થી 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારના ખરાબ માહોલ વચ્ચે IRCTC, Railtel, RVNL, IRFC, IRCON, RITES સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં RITES, IRCON International, Railtel Corp, Texmaco Railના શેર 3થી 4 ટકા ઉછળ્યા હતા. રેલ વિકાસ નિગમ પણ 3 ટકા વધ્યો હતો.
X પરની એક પોસ્ટમાં, PM મોદીએ કહ્યું, “આજનો દિવસ આપણા રેલવે માટે ઐતિહાસિક દિવસ છે! બપોરે 12:30 વાગ્યે, 41,000 કરોડ રૂપિયાથી વધુના 2000 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 41,000 કરોડ રૂપિયાના આશરે 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.
મલ્ટીબેગર રેલવે સ્ટોક્સ (છ માસમાં રિટર્ન)
સ્ક્રિપ્સ | રિટર્ન |
IRFC | 216.64% |
Railtel Corp. | 153.26% |
RVNL | 116.22% |
IRCON International | 116.57% |
RITES | 52.66% |
IRCTC | 40.26% |
Texmaco Eng. | 32.91% |
મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુઓને એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે.
વડા પ્રધાન ઉત્તર પ્રદેશના ગોમતી નગર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે જે લગભગ રૂ. 385 કરોડના ખર્ચે પુનઃવિકાસિત કરવામાં આવ્યું છે. 1,500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે અને આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂ. 21,520 કરોડ છે. આ પ્રોજેક્ટ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે, ક્ષમતામાં સુધારો કરશે અને રેલ મુસાફરીની કાર્યક્ષમતા વધારશે.
મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટેનો શિલાન્યાસ પણ કરશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ. 295 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)