અદાણીની કંપનીઓના ત્રિમાસિક એબિટામાં ૬૩.૬% વિક્રમી વૃધ્ધિ
ડિસેમ્બર 23ના છેલ્લા બાર-મહિનાનો EBITDA નાણા વર્ષ-૨૧ના અઢી ગણા અને વર્ષ-૨૩ના 37.8% કરતા રુ.78,823 કરોડ (USD 9.5 Bn) હતો. | છેલ્લા બાર મહિનામાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મે 35.4% ની વૃદ્ધિ સાથે રુ.66,208 કરોડ (USD 8 Bn) EBITDA પ્રાપ્ત કર્યો |
મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટીંગને અપગ્રેડ કર્યું | EBITDA માટે પોર્ટફોલિયો નેટ ડેટ સાથે રૂઢિચુસ્ત રીતે અઢી ગણો (સપ્ટેમ્બર 2023ની સ્થિતિએ) નીચો લાભ હાંસલ કર્યો. |
અમદાવાદ, 1 માર્ચ: અદાણી સમૂહે પોતાની કંપનીઓના પરિણામો સહિત ક્રેડિટ અને ESG કમ્પેન્ડિયમ જાહેર કર્યા છે. નાણા વર્ષ-૨૪ના ત્રીજા ત્રિમાસિક અને ડિસેમ્બર 23ના ગત ૧૨ મહિના માટે પોર્ટફોલિયો કામગીરી અનુસાર વાર્ષિક ધોરણે ત્રિમાસિક EBITDAની 63.6% ની વિક્રમી વૃદ્ધિ સાથે 31 ડિસેમ્બર, 2023 ના રોજ TTM EBITDA રુ.78,823 કરોડ (USD 9.5 Bn) ૨૧ના વર્ષ કરતા EBITDA અઢી ગણાએ પહોંચ્યો છે. મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર: અતિ સ્થિર કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ દ્વારા સંચાલિત વૃદ્ધિ 35.5%ના દરે વધીને તેણે પોર્ટફોલિયો EBITDA ના 84% સાથે રુ. 66,208 કરોડ (USD 8 Bn) પ્રાપ્ત કરી છે. રેટીંગ્સ: મજબૂત નાણાકીય પ્રદર્શનના કારણે S&P અને મુડીઝ જેવી મુખ્ય રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એજન્સીઓએ અદાણીની મુખ્ય કંપનીઓના રેટીંગને પોઝીટીવઅપગ્રેડ કર્યું છે. કોન્ઝર્વેટીવ લિવરેજીંગ: અદાણી પોર્ટફોલિયો રૂઢિચુસ્ત રીતે ૧) EBITDA ને અઢી ગણા જેટલું ઓછું દેવું; ૨) 2.1 ગણા દેવાનું કવરેજ; અને ૩) 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પર ચોખ્ખી અઢી ગણી અસ્કયામતોનું. લીવરેજ થવાનું ચાલુ રાખે છે. લિક્વીડીટીની સ્થિતિ: 31 ડિસેમ્બર, 2023 ના અંતે રુ. 44,572 કરોડ (USD 5.4 Bn) ના સ્વસ્થ રોકડ સંતુલન સાથે ઉચ્ચ પ્રવાહિતા જાળવવામાં આવી છે. માર્કેટ એક્સેસ અને રોકાણો: ઉચ્ચ રેટિંગ્સ અને સતત સ્વસ્થ રોકડ પ્રવાહે સતત માર્કેટના સતત એક્સેસનો રસ્તો આસાન કર્યો છે, જેણે વર્ષ-ટુ-ડેટ (1 એપ્રિલ, 2023-31 ડિસેમ્બર, 2023)ના ગાળામાં નોંધપાત્ર રોકાણોની સુવિધા સરળ બનાવતા આ સમયગાળા દરમિયાન વિવિધ પોર્ટફોલિયો કંપનીઓએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બેંકો સહિત અન્ય વિવિધ સ્ત્રોતોમાંથી રુ. 91,290 કરોડનું ભંડોળ મેળવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)