ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારોટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા

ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને પ્રાધાન્ય આપીને, અમે ગ્રાહકોના જોડાણ અને વફાદારીને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. જેમ જેમ ગ્રાહકોની પસંદગી અને બજારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેમ તેમ અમે નવીનતા અને શ્રેષ્ઠતા દ્વારા ભારતીય રિટેલ ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવાના અમારા વિઝન પર અડગ છીએ.”

ઓઈલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટની આવકો 8.4 ટકા વધી

ત્રિમાસિક આવક રૂ.૧,૬૨,૦૯૫ કરોડ ($ ૧૮.૦ બિલિયન), વાર્ષિક ધોરણે (Y-o-Y) ૮.૪%નો વધારો થયો છે. ત્રિમાસિક EBITDA રૂ.૧૬,૫૦૭ કરોડ ($ ૧.૮ બિલિયન), વાર્ષિક ધોરણે ૧૪.૬% નો વધારો, જેમાં માર્જિનમાં ૬૦ bpsનો વધારો નોંધાયો છે. જ્યારે Jio-bp હાલમાં સમગ્ર દેશમાં ૨,૧૨૫ પેટ્રોલ પંપનું મજબૂત નેટવર્ક ધરાવે છે.