Saatvik Green Energy Limited નો IPO 19 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 442 – 465
| IPO ખૂલશે | 19 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 23 સપ્ટેમ્બર |
| એન્કર બિંડિંગ | 18 સપ્ટેમ્બર |
| Employee Discount | રૂ. 44 |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 442 – 465 |
| IPO સાઇઝ | રૂ. 900.00 કરોડ |
| લોટ સાઇઝ | 32 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડ 19 સપ્ટેમ્બર ના રોજ ખુલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 18 સપ્ટેમ્બર રહેશે અને 23 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 442થી રૂ. 465 પર ફિક્સ કરવામાં આવ્યો છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 44નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બિડ્સ લઘુતમ 32 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 32 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો અમારી કંપની દ્વારા લેવામાં આવેલા કેટલાક બાકીના ઋણની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી કે નિર્ધારિત પૂર્વચૂકવણી કરવા, અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની સાત્વિક સોલર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં આ પેટાકંપની દ્વારા લેવામાં આવેલા કેટલાક ચોક્કસ દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:
Saatvik Green Energy Limited 2015 માં સ્થાપિત મોડ્યુલ્સનું ઉત્પાદક છે અને એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (“EPC”) ઓફર કરે છે. કંપની સોલાર મોડ્યુલ ઉત્પાદનોનો વ્યાપક પોર્ટફોલિયો ઓફર કરે છે જે હાલમાં એવી તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ઊર્જાના નુકસાનને ઘટાડવામાં અને એકંદર કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે..
કંપનીએ 2016 માં તેમના ઉત્પાદન કામગીરી શરૂ કરી હતી અને વર્ષોથી વાર્ષિક સ્થાપિત ક્ષમતાને 31 માર્ચ, 2017 ના રોજ 125 MW થી વધારીને 30 જૂન, 2025 ના રોજ લગભગ 3.80 GW કરી છે. કંપની અંબાલા, હરિયાણામાં બે મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે. જે કુલ 724,225 ચોરસ ફૂટ જમીન વિસ્તારમાં ફેલાયેલી છે.
લીડ મેનેજર્સ: ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર કે BRLMછે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
