સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડે SEBI સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 15 જુલાઇઃ સાંઇ લાઇફ સાયન્સિસ લિમિટેડ (એસએલએસએલ) એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સાંઇ લાઇફ સાયન્સિસ વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઇનોવેટર કંપનીઓ અને બાયોટેક્નોલોજી કંપનીઓના નાના મોલેક્યુલ ન્યુ કેમિકલ એન્ટિટી (એનસીઇ) માટે દવાની શોધ, વિકાસ અને ઉત્પાદન વેલ્યુ ચેઇનમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે.
કંપની પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર ફેસ વેલ્યુ રૂ. 1)ની ઓફર દ્વારા ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 800 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 61,573,120 ઇક્વિટી શેર્સના ઓફર ફોર સેલ સામેલ છે.
સાંઇ લાઇફ સાયન્સિસ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ, (1) કંપની દ્વારા રૂ. 600 કરોડના બાકી ધિરાણના સંપૂર્ણ અથવા આંશિક રિપેન્ટ/પ્રીપેમેન્ટ માટે અને (2) કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઇક્વિટી શેર્સ ઓફર કરાશે તથા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
કોટક મહિન્દ્રા કેપિટલ, આઇઆઇએફએસ સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા અને મોર્ગન સ્ટેનલી આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)