અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહી છે. કૌશલ્યવર્ધન અને આજીવિકામાં વધારો કરવો એ તેની તમામ સીએસઆર પહેલ માટેની મુખ્ય બ્રાન્ડ ગણાતો બેંકનો પરિવર્તન પ્રોગ્રામ એ મહત્ત્વનો ફૉકસ એરીયા છે. હાલમાં બેંક આઇટી/આઇટીઇએસ, રીટેઇલ, હેલ્થકૅર, મેન્યુફેક્ચરિંગ અને કૃષિ સહિતના વિવિધ સેક્ટરોને આવરી લઇને વિવિધ રાજ્યોમાં કૌશલ્યવર્ધનના ક્ષેત્રમાં 100થી પણ વધારે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

15 જુલાઈ, 2014ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે યુવાનોને રોજગારી, સારા કામ અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યવાન બનાવવાના તેમજ વૈશ્વિક પડકારોને ઉકેલવાના અને સ્થાયી વિકાસને આગળ વધારવાના વ્યૂહાત્મક મહત્ત્વને ઉજાગર કરે છે.

સમગ્ર વિશ્વમાં કૌશલ્યવર્ધનની માંગ છે અને યુનાઇટેડ નેશન્સના જણાવ્યાં મુજબ, સમગ્ર વિશ્વમાં 15-24 વર્ષની વયજૂથના યુવાનોની સંખ્યા 1.2 અબજ હોવાથી કૌશલ્યવર્ધન પર સવિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. વર્ષ 2030 સુધીમાં તેમની આ સંખ્યા 1.3 અબજ થઈ જવાનું અનુમાન છે, જે વિશ્વની કુલ વસતીના 16 ટકા થઈ જશે. આ પરિદ્રશ્યમાં ભારતનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે તેની કુલ વસતીના 50 ટકા લોકો 25 વર્ષથી નાની વયના છે. જોકે, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એનએસડીસી) તરફથી પ્રાપ્ત થયેલા ડેટામાં આઇટી, હેલ્થકૅર, મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ખૂબ માંગ ધરાવતા ક્ષેત્રોમાં સ્કિલ ગેપ હોવાનું ઉજાગર થયું છે, જે યુવાનોને કૌશલ્યવાન બનાવવાની, તેમનું કૌશલ્યવર્ધન કરવાની અને તેમને યોગ્ય કૌશલ્ય પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

HDFC બેંકના સીએસઆર હેડ સુશ્રી નુસરત પઠાણએ જણાવ્યું હતું કે, ‘HDFC બેંક સન્માનિત સહભાગીદારો સાથે સહયોગ સાધીને અને ખૂબ સારો વિકાસ સાધવાની ક્ષમતા ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરીને અમે સ્કિલ ગેપને દૂર કરવા તથા ભવિષ્ય માટે એક સક્ષમ અને સમાવેશી કાર્યબળનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ. અમારું મિશન એ છે કે અમે જે પ્રત્યેક યુવાન સુધી પહોંચીએ તેમને વિકાસ સાધવાની તક મળે અને તેઓ દેશના ગતિશીલ અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપી શકે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)