અમદાવાદ, 20 ઓગસ્ટઃ સરસ્વતી સાડી ડેપો લિમિટેડ (SSDL)નો IPO રૂ. 160ની ઇશ્યૂ પ્રાઇસ સામે એનએસઇ ખાતે રૂ. 194ની સપાટીએ લિસ્ટેડ થયો હતો. જે 21 ટકા પ્રિમિયમ દર્શાવે છે. શેરની બજાર કિંમત અંગે જોકે, બજારના નિષ્ણાતોએ મિશ્ર મંતવ્યો વ્યક્ત કર્યા છે.

નાણાકીય વર્ષ 24ની વાર્ષિક કમાણીના આધારે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો લાગે છે અને તેમને લગભગ 28 ટકાના લિસ્ટિંગ લાભની અપેક્ષા છે. “અમે રોકાણકારોને IPO પછી ટૂંકા ગાળાનો નફો રેકોર્ડ કરવાની સલાહ આપીએ છીએ- પેસ 360ના સહ-સ્થાપક અને ચીફ ગ્લોબલ સ્ટ્રેટેજિસ્ટ અમિત ગોયલ

સરસ્વતી સાડી ડેપો તેના સુસ્થાપિત B2B સાડી જથ્થાબંધ વ્યવસાય સાથે રોકાણની અનન્ય તક આપે છે. આવક અને નફાકારકતામાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. મધ્યમથી લાંબા ગાળા માટે તેમની સ્થિતિ ધરાવે છે.– સ્ટોક્સબોક્સના સંશોધન વિશ્લેષક, અકૃતિ મેહરોત્રા

સબસ્ક્રાઇબ વિથ સાવધાનઃ સરસ્વતી સાડીનું મૂલ્યાંકન ઉદ્યોગની સરેરાશની સરખામણીમાં ડિસ્કાઉન્ટેડ જણાય છે, ત્યારે બજારની સ્પર્ધા અને મોસમી વધઘટ પડકારો ઉભી કરે છે.– ચોઈસ બ્રોકિંગ

સરસ્વતી સાડી ડેપો IPO માટે બિડિંગ 12 થી 14 ઓગસ્ટ સુધી ચાલી હતી. આઇપીઓ એકંદરે 107 ગણો સબ્સ્ક્રિપ્શન થયો હતો. રૂ. 160.01 કરોડના IPOમાં રૂ. 104 કરોડના કુલ 65 લાખ શેરના તાજા ઇશ્યુ અને રૂ. 56 કરોડના કુલ 35 લાખ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. 20 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે, સરસ્વતી સાડીના શેર રૂ. 203.70ના 5 ટકાની અપર બેન્ડમાં રહ્યા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)