સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડની મટિરિયલ પેટા કંપનીએ સોલાર પીવી મોડ્યુલ્સના સપ્લાય માટે રૂ. 299.40 કરોડનો ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 10 નવેમ્બર: ભારતના અગ્રણી ઈન્ટિગ્રેટેડ સોલાર-એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર્સ પૈકી એક સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડ (“સાત્વિક”/ “કંપની”) એ આજે તેની મટિરિયલ પેટા કંપની સાત્વિક સોલાર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને સોલાર ફોટોવોલ્ટેઇક (PV) મોડ્યુલ્સના સપ્લાય માટે કુલ રૂ. 299.40 કરોડના નવા ઓર્ડર પ્રાપ્ત થયા હોવાની જાહેરાત કરી છે. આ ઓર્ડર ભારતમાં ત્રણ પ્રતિષ્ઠિત સ્વતંત્ર પાવર ઉત્પાદકો (IPPs) અને EPC કંપનીઓ દ્વારા આપવામાં આવ્યા છે, જે ઝડપથી વિકસતા સ્થાનિક સોલાર માર્કેટમાં સાત્વિકની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
સોલાર પીવી મોડ્યુલ્સના સપ્લાય માટે મળેલાં આ ઓર્ડરનું અમલીકરણ ડિસેમ્બર, 2025 અને માર્ચ, 2026 દરમિયાન થશે. જે સંબંધિત ડેવલપ્રસની પ્રોજેક્ટ ટાઈમલાઈન સાથે સંરેખિત છે. તમામ ઓર્ડર સ્થાનિક કંપનીઓ પાસેથી મળ્યા છે. જે સાત્વિકની ઉત્પાદન ક્ષમતા, ટકાઉપણું અને સમયસર ડિલિવરી ટ્રેક રેકોર્ડમાં વિશ્વાસ પ્રતિબિંબિત કરે છે.
આ ઓર્ડર પ્રાપ્તિ સાથે સાત્વિકની ઓર્ડર બુક વિકસી રહી છે. જે બહુવિધ ઉત્પાદન સ્થળોમાં તેના વ્યૂહાત્મક રોકાણોને પૂરક બનાવે છે. તેમાં હરિયાણાના અંબાલામાં 4.8 ગીગાવોટની મોડ્યુલ સુવિધા અને ઓડિશામાં અપકમિંગ ઈન્ટેગ્રેટેડ 4 ગીગાવોટ મોડ્યુલ + 4.8 ગીગાવોટ સોલાર સેલ ગ્રીનફિલ્ડ સુવિધા સમાવિષ્ટ છે, જે ભારતની લાંબાગાળાની સોલાર મહત્ત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે વિકસાવવામાં આવી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
