અમદાવાદ, 28 જુલાઇઃ એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,268 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું છે જે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,033 કરોડ હતું. રેગ્યુલ પ્રીમિયમમાં 30 જૂન, 2024ના રોજ નોંધાયેલા પ્રીમિયમની સામે 12 ટકાનો વધારો થયો છે.

એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 980 કરોડ રહ્યું હતું. 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે પ્રોટેક્શન ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ રૂ. 165 કરોડ રહ્યું હતું. 30 જૂન, 2024ના રોજ પૂરા થતા સંબંધિત સમયગાળા કરતા ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 4 ટકા વધીને રૂ. 4,939 કરોડ રહ્યું હતું.

એસબીઆઈ લાઇફનો ચોખ્ખો નફો 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 594 કરોડ રહ્યો હતો જે ગત વર્ષના સમાન ગાળા કરતાં 14 ટકા વધુ હતો. કંપનીનો સોલ્વન્સી રેશિયો 30 જૂન, 2025ના રોજ 1.96ના મજબૂત સ્તરે જળવાઈ રહ્યો હતો જે 1.50ની નિયમનકારી જરૂરિયાત કરતા વધુ હતો.

એસબીઆઈ લાઇફની એયુએમ 30 જૂન, 2025ના રોજ 15 ટકા વધીને રૂ. 4,75,813 કરોડ રહી હતી જે 30 જૂન, 2024ના રોજ રૂ. 4,14,772 કરોડ હતી જેમાં ડેટ-ઇક્વિટી મિક્સ 60:40 હતું. 94 ટકા ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ AAA અને સોવરેન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હતા.