રોકાણકારો માટે સરળ ટ્રેડિંગ અર્થે SEBIના ચેરપર્સને CDSLની બહુભાષી પહેલ શરૂ કરી
મુંબઈ, 20 જાન્યુઆરી: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)એ કેપિટલ માર્કેટના લેન્ડસ્કેપમાં સરળતા અને સર્વસમાવેશકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની દર્શાવતા બે યુનિક બહુભાષી પહેલ શરૂ કરી છે. આ પહેલ SEBIના ચેરપર્સન શ્રીમતિ માધબી પુરી બુચ દ્વારા CDSLએ સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિત્તે યોજાયેલા સિલ્વર જ્યુબિલી ફંક્શનમાં લોન્ચ કરવામાં આવી હતી. જે રોકાણકારોને દેશની 23 વૈવિધ્યસભર ભાષાઓમાંથી પોતાની પસંદગીની ભાષામાં નિવેદનો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે અને રોકાણકારોને તેમની પસંદગીની ભાષામાં ડીમેટ ખાતામાં રાખવામાં આવેલી તેમની સિક્યોરિટીઝ વિશે માહિતી પ્રદાન કરે છે.
કોમ્યુનિકેશન્સના પડકારોને દૂર કરતાં CDSL બડી સહાયતા 24*7′ ચેટબોટઃ CDSLની વેબસાઈટ પર આ યુનિક બહુભાષી ચેટબોટ CDSL સહાયતા 24*7’નો હેતુ રોકાણકારોને ટ્રેડિંગ મામલે આત્મનિર્ભર બનાવવાનો છે. આ ચેટબોટ હાલ ચાર ભાષામાં સહાયતા પ્રદાન કરતાં રોકાણકારનો સાથી બન્યો છે.
CDSLના સાયબર સિક્યુરિટી અને નાણાકીય સાક્ષરતા મામલે જાગૃત્તિ ફેલાવવાના પ્રયાસો
કેપિટલ માર્કેટમાં રિઈમેજિન ડિજિટલ ટ્રસ્ટ પર લીડરશીપ રિપોર્ટ જારીઃ નોલેજ પાર્ટનર કેપીએમજીના સહયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ CDSLની સાયબર સિક્યુરિટી સિમ્પોસિયમના નિષ્કર્ષોમાંથી તૈયાર થયો છે. જે ડિજિટલ વિશ્વાસ, વૈશ્વિક સ્તરે નાણાકીય આંતરસંબંધ અને ઉભરતા સાયબર જોખમો વિરૂદ્ધ પગલાં લેવાની દિશામાં મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે.
‘Neev’નું સફળતાપૂર્વક સમાપન- 25 શહેરોમાં નાણાકીય સાક્ષરતા અભિયાન
સિલ્વર જ્યુબિલી ઈવેન્ટમાં CDSLના એમડી અને સીઈઓ નેહલ વોરાએ જણાવ્યું હતું કે, સફરના 25 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે અમારા સમાવેશકતાના મૂળ મૂલ્ય દ્વારા માર્ગદર્શન મેળવી આ નવા લોન્ચિંગ અમારા માટે મહત્વના માઈલસ્ટોન છે. અમે સમાવેશી વિશ્વાસ સ્થાપિત કરી તેને વેગ આપવા જરૂરી તમામ ક્ષેત્રોમાં સાહસો કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. 25મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે CDSLએ 25 શહેરોમાં નાણાકીય સાક્ષરતા વિશે જાગૃત્તિ ફેલાવતો ‘Neev’ અભિયાન પૂર્ણ કર્યું છે. સશસ્ત્ર દળો અને ગ્રામીણ વિસ્તારો સહિત વિવિધ સમુદાયોના જીવનને સ્પર્શતી આ પહેલ સમગ્ર દેશમાં વ્યાપકપણે નાણાકીય સાક્ષરતા જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ બનાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)