કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં વોલેટિલિટી એક નજરે

વર્ષમાં 5347 પોઇન્ટ
(8.8%) સુધારો
9માંથી 6 મન્થલી
સુધારાની ચાલ
એપ્રિલઃમહત્તમ 2121 સુધારો
માર્ચઃન્યૂનતમ 29 સુધારો
જાન્યુ., ફેબ્રુ., ઓગ.
મન્થલી નેગેટિવ
સપ્ટે.માં 67927ની
ઓલટાઇમ હાઇ
માર્ચમાં 57,085
2023ની બોટમ

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક ટીપ્સના આધારે ટીપાઇને ખોટ ખાનારા રોકાણકારો અને ટ્રેડર્સ  એવું કહેતાં સાંભળવા મળશે કે, માર્કેટમાં તેજી જ ક્યાં છે. આ તો સેન્સેક્સ નિફ્ટી અને ગણ્યાં-ગાંઠ્યા શેર્સમાં જ તેજી છે. બાકી આપણી પાસેનો એકપણ શેર હલ્યો પણ નથી. તેની સામે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ નિફ્ટીએ સપ્ટેમ્બર માસમાં ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા સાથે સંકેત આપ્યો છે કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સે 9 પોઇન્ટની સંગીન તેજી નોંધાવી છે. એટલું જ નહિં ટેકનિકલી જોઇએ તો માર્ચ માસની 2023માં 57085 પોઇન્ટની બોટમથી અત્યારસુધીમાં સેન્સેક્સે 8743 પોઇન્ટનો ધરખમ 15.31 ટકાનો આકર્ષક સુધારો નોંધાવ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના 9માંથી 6 માસ દરમિયાન સેન્સેક્સે મન્થલી સુધારો નોંધાવ્યો છે. તે પણ દર્શાવે છે કે માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ આરોહ- અવરોહ વચ્ચે સુધારા તરફી જ રહ્યું છે.

સેન્સેક્સમાં 997 પોઇન્ટના સુધારા સાથે સપ્ટેમ્બરની વિદાય

MonthOpenHighLowClosediff.
Dec63358635835975460841 
Jan60871613435869959545-1290
Feb60001616825879658962-588
Mar59136604985708558992+29
Apr59131612095879361112+2121
May61302630366100262622+1510
Jun62736647686235964718+2096
Jul64836676196483666528+1809
Aug66533666586472464831-1697
Aug364855679276481865828+997

દિવાળીમાં તેજીના ફટાકડાં ડિસેમ્બરમાં ન્યૂહાઇ સાથે ક્રિસમસ ઉજવણી માટે તૈયાર રહો

મોટાભાગના બજાર નિષ્ણાતો, ટેકનિકલ અને ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ એવી આગાહીઓ કરી રહ્યા છે કે, દિવાળી સુધીમાં સેન્સેક્સ તેની 67923 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીની નજીક અથવા ક્રોસ કરી ચૂક્યો હશે. અને ડિસેમ્બર અંત સુધીમાં નિફ્ટી 21000 ભણી આગેકૂચ કરી શકે તેવાં ટેક્નો- ફન્ડામેન્ટલ પરીબળો જણાઇ રહ્યા છે.

 સપ્ટેમ્બરના છેલ્લા ટ્રેડિંગ દિવસે 320.09 પોઇન્ટની રિકવરી સાથે સેન્સેક્સ 65828.41 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર માસમાં સેન્સેક્સે 997 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે.