અમદાવાદ, 21 ઓગસ્ટઃ ધ સર્વિસીઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SEPC) અને ભારતના સૌથી મોટા સોશિયલ ગેમિંગ અને ઇન્ટરેક્ટિવ એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ વિન્ઝોએ દેશના સૌથી ઝડપથી વિકસી રહેલા ગેમિંગ ઉદ્યોગથી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) અને અત્યાધુનિક ટેક્નોલોજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષનો MOU કર્યો છે.

આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય ભારતને મેડ ઈન ઈન્ડિયા ગેમ્સનો અગ્રણી નિકાસકાર દેશ બનાવવાનો અને 300 અબજ ડોલરના વૈશ્વિક ગેમિંગ બજારમાં દેશની હાજરી વધુ મજબૂત બનાવવાનો છે. ઈન્ડિયા ગેમિંગ રિપોર્ટ 2025ના મુજબ ભારત, વિશ્વના ગેમિંગ યુઝર બેઝમાં લગભગ 20 ટકા અને તમામ ગ્લોબલ ગેમિંગ એપ ડાઉનલોડ્સમાં 15.1 ટકાનો હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 3 અબજ યુએસ ડોલરનું સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) આવ્યું છે. દેશમાં લગભગ 1,888 ગેમિંગ સ્ટાર્ટઅપ્સ છે અને તે 2024માં 3.7 અબજ યુએસ ડોલરથી 19.6 ટકાના સીએજીઆર પર વધીને 2029 સુધીમાં 9.1 અબજ યુએસ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)