RILનો શેર નવી રેકોર્ડ ટોચે, Jio Financial Services પણ 15 ટકા ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર આજે 2989.40ના રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. જ્યારે રિલાયન્સ ગ્રુપની જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ પ્રથમ વખત રૂ. 2 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરી છે. જિયો ફાઈનાન્સિયલનો શેર 14.50% ઉછાળા સાથે 347ની સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. 12.07 વાગ્યે 9.88 ટકા ઉછળી રૂ. 333 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝનો શેર આ વર્ષે 35 ટકાના ઉછાળો નોંધાયો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેર સતત ઉછળ્યો છે. સ્ટોક એક્સચેન્જીસ પર કુલ 39 કંપનીઓ 2 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કુલ રૂ. 20.05 લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટોચની લિસ્ટેડ કંપની છે. બીજા ક્રમે 14.78 લાખ કરોડની માર્કેટ કેપ સાથે ટીસીએસ અને રૂ. 10.78 લાખ કરોડની માર્કેટ કેપ સાથે એચડીએફસી બેન્ક ત્રીજી ટોચની લિસ્ટેડ કંપની છે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં મજબૂત કમાણીના પગલે જિયો ફાઈનાન્સિયલે રૂ. 293 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ રૂ. 269 કરોડ સાથે કુલ આવક રૂ. 413 કરોડ થઈ હતી.
Jio Financial સુરક્ષિત ધિરાણ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વર્તમાન બજાર અને નિયમનકારી વાતાવરણમાં અસુરક્ષિત ઉત્પાદનો માટે સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય બે નવા ઉત્પાદનોની શરૂઆત સાથે તેના સુરક્ષિત ધિરાણ વ્યવસાયને વેગ આપવાનો છે.
તેની પેટાકંપની Jio ઇન્ફોર્મેશન એગ્રીગેટર સર્વિસિઝ લિમિટેડ દ્વારા એરફાઇબર, ફોન અને લેપટોપ્સ જેવા ઉપકરણો માટે ઓપરેટિંગ અને ફાઇનાન્સિંગ લીઝ ઓફર કરે છે, અને સપ્લાય- B&K સિક્યોરિટીઝના અહેવાલ મુજબ, ચેઇન ફાઇનાન્સિંગ, સપ્લાયર્સની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને સંબોધવા માટે ટૂંકા ગાળાની સ્વ-ફડકાની લોન પ્રોડક્ટ, જે આગામી થોડા ક્વાર્ટરમાં શરૂ થવાની તૈયારીમાં છે.
જાન્યુઆરીમાં, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા પાસે દસ્તાવેજો ફાઇલ કર્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)