અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈન્ટીગ્રેટેડ ઓઈલફિલ્ડ સર્વિસ પૂરી પાડતી અગ્રણી કંપની શિવગંગા ડ્રિલર્સ લિમિટેડ એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કર્યું છે. આ ઓફરમાં રૂપિયા 4,000 મિલિયન (રૂપિયા 400 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ રૂપિયા 10 છે.

શિવગંગા ડ્રિલર્સ લિમિટેડ એક ઈન્ટીગ્રેટેડ ઓઈલફિલ્ડ સર્વિસિસ પૂરી પાડતી અગ્રણી કંપની છે,જે ભારતમાં અપસ્ટ્રીમ ઓપરેટર્સને ઓનશોર ડ્રિલિંગ, ઓફશોર ઓપરેશન તથા મેનેજમેન્ટ (“ઓએન્ડએમ”), ઈક્વિપમેન્ટ રેન્ટલ, અને ઈન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સની સુવિધા પૂરી પાડે છે. કંપની એક સંપૂર્ણ-સ્પેક્ટ્રમ ડ્રિલિંગ સર્વિસિસ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે, જેમાં વેલ પ્લાનિગ, ડ્રિલિંગને લગતા અમલીકરણ, રિંગ મેનેજમેન્ટ, પર્ફોમન્સ-બેઝ્ડ કોન્ટ્રેક્ટ્સ, તથા હાર્ડ-રોક ફોર્મેશનમાં સ્પેશ્યલાઈઝ્ડ એર-હેમર ડ્રિલિંગની ક્ષમતા છે. તેના બિઝનેસ મોડલ ટેક્નિકલી એડવાન્સ્ડ, કોસ્ટ-એફિશિએન્ટ, તથા પરિણામલક્ષી સોલ્યુશન આપવા પર કેન્દ્રીત છે, જે એક્સપ્લોરેશન તથા પ્રોડક્શન (ઈએન્ડપી) કંપનીઓ માટે સંચાલકીય કાર્યદક્ષતા વધારે છે.

તેના સર્વિસ પોર્ટફોલિયોમાં આ બાબતનો સમાવેશ થાય છે ((i) ઓનશોર ડ્રિલિંગ સર્વિસિસ કે જેમાં ડ્રિલિંગ અને ઈન્ટીગ્રેટેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસિસનો સમાવેશ થાય છે, તેમાં કંપની કાર્યદક્ષતા અને નિયમો પ્રમાણે પ્રોજેક્ટ ડિલીવરીને સુનિશ્ચિત કરવા માટે વેલ પ્લાનિંગ, રિગ ડિપ્લોયમેન્ટ, કોન્ટ્રેક્ટ કોઓર્ડિનેશન, સાઈટ એક્ઝિક્યુશન અને પર્ફોમન્સની દેખરેખ સહિત એન્ડ-ટુ-એન્ડ ડ્રિલિંગ લાઈફસાયકલનું સંચાલન કરે છે, (ii) ઓફશોર ઓએન્ડએમ સર્વિસિસ તથા (iii) ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન માટે અલગ-અલગ ઉપકરણો સાથે ઈક્વિપમેન્ટ રેન્ટલ સર્વિસિસ

કંપની આ જાહેર ભરણા મારફતે એકત્રિત થનાર ભંડોળનો ઉપયોગ મૂડીગત ખર્ચની જરૂરિયાત પૂરી કરવા, પ્લાન્ટ તથા મશીનરીની ખરીદી કરવા, કંપની દ્વારા લીધેલ ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી કરવા તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવાની દરખાસ્ત ધરાવે છે.

આર્યમાન ફાયનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ કંપનીના બૂક રનિંગ લીડ મેનેજર છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મારફતે રજૂ કરવામાં આવેલ ઈક્વિટી શેરોનું બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ સ્ટોક એક્સચેન્જો ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)